ડૉ.હર્ષવર્ધનની અધ્યક્ષતામાં આજે બેઠક,મંત્રીસમૂહની બેઠકમાં કોરોનાની સ્થિતિ અંગે ચર્ચા

ઉલ્લેખનીય છે કે દેશમાં કોરોનાના કેસમાં ઝડપથી વધારો થઈ રહ્યો છે. આ કારણે કેન્દ્ર સરકાર સંપૂર્ણ રીતે એલર્ટ થઈ ચૂકી છે. દિલ્હી સહિતના અનેક રાજ્યોમાં નાઈટ કર્ફ્યૂ જાહેર કરાયો છે.

દેશમાં સંક્રમિતોનો કુલ આંક  1,29,28,574  થયો છે. મૃત્યુઆંક પણ વધીને   1,66,862 થઈ ચૂક્યો છે. દેશમાં સ્વસ્થ થયેલા સંક્રમિતોનો આંક 1,18,51,393 છે.

ICMRના અનુસાર બુધવાર સુધીમાં ભારતમા  કોરોનાના કુલ 25,26,77,379 સેમ્પલ ટેસ્ટ થઈ ચૂક્યા છે. તેમાંથી 12,37,781 સેમ્પલ ટેસ્ટ ફક્ત બુધવારે કરાયા છે.  દેશમાં કોરોનાના કેસ વધી રહ્યા છે ત્યારે વેક્સીનેશનને પણ ઝડપી બનાવવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે.

દેશમાં કોરોનાના એક દિવસમાં નવા કેસ 1 લાખ 31 હજાર 878 થઈ ચૂક્યા છે. ભારતમાં કોરોનાથી એક દિવસમાં 61 હજાર 829 દર્દી રિકવર થયા છે તો સાથે જ દેશમાં કોરોનાથી એક દિવસનો મૃત્યુઆંક પણ વધ્યો છે, ભારતમાં કોરોનાથી એક દિવસમાં 802ના મૃત્યુ થયા છે. ભારતમાં કોરોનાના એક્ટીવ કેસ 9 લાખ 74 હજાર 233 થઈ ચૂક્યા છે.  ભારતમાં કોરોનાના કુલ કેસ 1 કરોડ 30 લાખ 57 હજાર 954 પહોંચી ચૂક્યા છે.

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.