રુપાણીનાં રાજીનામાથી હરિયાણાનાં જાટ નેતાઓ કેમ થયા ખુશખુશાલ.

ગુજરાતના નાથ હવે વિજય રુપાણી ની જગ્યાએ ભૂપેન્દ્ર પટેલ બની ગયાં છે. એટલે કે ભૂપેન્દ્ર હવે ગુજરાતના નવા મુખ્યમંત્રી બન્યાં છે. વિજય રુપાણીના રાજીનામાનાં કારણે રાજકીય ગલિયારાઓમાં જે ચચાઁ થઈ રહી છે તેમાંથી એક ચચાઁ એ પણ છે કે તેઓ જાતીય સમીકરણમાં ફિટ બેસતા ન હતા.

૨૦૨૨ની ચૂંટણી માટે નકકી કરાયું કે કોઇ જોખમ લેવું નહીં અને પાટીદાર નેતૃત્વ સાથે જ ચૂંટણી મેદાનમાં જવૂં જોઈએ.આ તો થઈ ગુજરાતની વાત પરંતુ આ બધામાં સૌથી વધુ ઉત્સાહિત હરિયાણામાં ભાજપનાં જાટ નેતાઓ જોવા મળી રહ્યાં છે.

કારણ એ છે કે જાટ પ્રભુત્વ ધરાવતા રાજ્યમાં બિન જાટ સીએમ બનાવવાને લઈને ભાજપ લીડરશીપે ત્યાં પણ એક પ્રયોગ કર્યો હતો. બીજા કાર્યકાળમાં ભાજપને ત્યાં પણ કોઈ પણ પ્રકારે સરકાર બનાવવામાં સફળતા મળી ગઈ હતી. ખેડૂત આંદોલનના કારણે અનેક પ્રકારના સમીકરણોમાં ફેરફાર જોવા મળી રહ્યા છે.

આવામાં હરિયાણામાં ભાજપના જાટ નેતાઓનો ઉત્સાહ વધી રહ્યો છે. તેમને લાગે છે કે જો ક્યારેય રાજ્યમાં પરિવર્તનની સંભાવના પ્રબળ થઈ તો પાર્ટી રાજ્યની પરંપરાગત ‘જાટ પોલિટિક્સ’ની સાથે ચાલવાનું પસંદ કરશે. આવામાં તેમનામાંથી કોઈના ભાગ્યનો દરવાજો ખુલી શકે છે.

https://zeenews.india.com/gujarati/tags/patidar-power

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.