શું ગુજરાતમાં ત્રીજી લહેરની શરુઆત થઈ ગઈ? કે ટેસ્ટિંગ ધટયું?

શહેરમાં કોરોનાની બીજી ઘાતક લહેરમાં પોઝિટિવ કેસની સંખ્યામાં ઘટાડો જોવા મળી રહ્યો છે. સાથે સાથે મૃત્યુઆંકમાં પણ નોંધપાત્ર ઘટાડો જોવા મળી રહ્યો છે. જો કે આ બધાની વચ્ચે જોવા જઇએ તો ચિંતાનો વિષય છે કે, ગત્ત રવિવારે શહેરમાં સૌથી વધારે એટલે કે 1939 ટેસ્ટિંગ સામે 178 પોઝિટિવ કેસ નોંધાયા છે. જેનો પોઝિટિવ રેશિયો 9.18 ટકા નોંધાયો છે. જે છેલ્લા એક મહિનાનો સૌથી ઉંચો પોઝિટિવ રેશિયો છે.

રાજકોટ મહાનગરપાલિકા દ્વારા રોજ બપોરે 12 વાગ્યે અને સાંજે 5 વાગ્યે કોરોના ટેસ્ટિંગ તેમજ પોઝિટિવ અને નેગેટિવ દર્દીઓની સંખ્યા જાહેર કરવામાં આવે છે. જેમાં ગઇકાલે જાહેર કરેલા આંકડાઓમાં ફરી ચિંતાજનક હોય તેમ લાગી રહ્યું છે. ગત્ત તારીખ 23 મેના રોજ રાજકોટમાં 1939 લોકોનાં કોરોના ટેસ્ટ કરવામાં આવ્યા હતા. જે પૈકી 178 લોકો પોઝિટિવ જાહેર થયા હતા. મે મહિનાની શરૂઆતથી આજ સુધીનાં સૌથી ઓછું ટેસ્ટિંગ છે. જો કે પોઝિટિવિટી રેશિયો સૌથી વધારે એટલે કે 9.18 ટકા નોંધાયો છે.

હાલ ગુજરાતમાં સ્થિતિ તબક્કાવાર થાળે પડી રહી છે. હોસ્પિટલોમાં એમ્બ્યુલન્સોની લાઇનો નથી. ઓક્સિજનથી માંડી વેન્ટિલેટર સુધી તમામ વસ્તુ ઉપલબ્ધ છે. 108માં દર્દીઓનાં કોલ પણ ઘટ્યાં છે. જો કે અચાનક રાજકોટમાં પોઝિટિવિટી રેશિયો ઉંચા આવતા ફરી એકવાર તંત્રની ઉંઘ હરામ થઇ ગઇ છે. જો આ જ સ્થિતિ યથાવત્ત રહે તો કેસોની સંખ્યામાં ફરી વધારો રોકી શકશે નહી.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.