ગુજરાત સરકારને વિવાદાસ્પદ ટેબલેટ વિતરણ યોજના ફરી એક વાર ઊંચા ભાવે ખરીદી શરૂ કર્યાની વિગતો આવી રહી છે. કોરોના કાળમાં ઓનલાઇન શિક્ષણ વખતે જરૂરી હતી ત્યારે તો વિદ્યાર્થીઓને ટેબ્લેટ મળ્યા જ નથી. પરંતુ વર્ષ ૨૦૨૦-૨૦૨૧માં અગાઉના વર્ષ કરતાં રૂ.૧૬૦૮ વધારે ચૂકવી શિક્ષણ વિભાગે ઇન્ટરનેશનલ પ્રાઇવેટ લિમિટેડ ને ૩લાખ ટેબ્લેટનો ઓર્ડર આપ્યો છે.
લેનોવો કરતા ઓછી જાણીતી માર્કેટમાં જેના ઉપકરણો સસ્તા છે. તેવી લાવા ઇન્ટરનેશનલ કંપની પાસેથી આ વર્ષે રૂપિયા ૮,૨૭૫ માં એક એવા ૦૩લાખ ટેબ્લેટ ખરીદવાનો ઓર્ડર અપાયો છે.
https://www.youtube.com/watch?v=5y4slk8mwAE
વિધાનસભામાં રજૂ થયેલા જવાબમાં એક વર્ષમાં ટેબલેટની સંખ્યામાં ૫૦ હજારનો વધારો થયો છે. પરંતુ તેની ખરીદી પેટે શિક્ષણ વિભાગના બજેટમાં રૂપિયા ૮૧ કરોડ ૫૦ હજારથી વધારે રકમ વધી ગઈ છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.