હાથણીના મોતને લઈને સમગ્ર દેશમાં રોષ છે. કેરળના સાઇલેન્ટ વેલી ફોરેસ્ટમાં એક ગર્ભવતી હાથણીને ફટાકડાથી ભરેલું અનાનસ ખવડાવીને હત્યા કરવામાં આવી હતી.
સોશિયલ મીડિયા પર પણ આ ઘટનાને લઈને ગુસ્સો જોવા મળી રહ્યો છે. દરેક વ્યક્તિ આ ઘટના પાછળ જવાબદાર વ્યક્તિ સામે કડક કાર્યવાહી કરવાની માગ કરી રહ્યા છે.
આવી ઘટના મામલે વન્ય જીવન સંરક્ષણ અધિનિયમ(Indian Wildlife Protection Act) કાર્યવાહી કરવામાં આવે છે. સાથે હાથી સમકક્ષ જાનવરોની હત્યા કરનારા આરોપીઓ પર ઈન્ડિયન પીનલ કોડની ધારા 429ની હેઠળ કાર્યવાહી કરવામા આવે છે.
વન્યપ્રાણી સંરક્ષણ અધિનિયમ, 1972 હેઠળ વન્યજીવનની હત્યા અને શિકારના કેસોમાં ભારતમાં વન્યપ્રાણી સંરક્ષણ અધિનિયમ સખત સજાની જોગવાઈ કરે છે.
આ અધિનિયમની સૂચિ 2 હેઠળ ગેરકાયદે શિકાર, અભયારણ્ય અથવા રાષ્ટ્રીય ઉદ્યાનને નુકસાન પહોંચાડનારા ગુનેગારોને ઓછામાં ઓછા 3 વર્ષની કેદની જોગવાઈ છે. જો જરૂરી હોય તો આ સજા 7 વર્ષ સુધી લંબાવી શકાય છે. દોષિતોને સાથી પર 10 રૂપિયાનો દંડ પણ થઈ શકે છે.
ભારતીય દંડ સંહિતા(IPC)ની કલમ 429, એટલે કે, તે કેસોમાં લાુ પડે છે વન્યપ્રાણીઓ હાથી, ઊટ, ઘોડા અને ખચ્ચર વગેરેની હત્યા કરવી અથવા હત્યા કરવાના ઈરાદાથી ઝહેર આપવુ કે અપંગ બનાવી દેવું સામેલ છે. પછી ભલે તે વન્ય જીવની કિંમત કે મહત્વ કેટલુય હોય. આવા કેસમાં કાયદામાં કડક જોગવાઈ છે.
હાથી તેના સમકક્ષ વન્યજીવનની હત્યા કરવાના કેસમાં આરોપી સામે ભારતીય વન્યપ્રાણી સંરક્ષણ અધિનિયમ તેમજ આઈપીસીની કલમ 429 હેઠળ કેસ દાખલ કરવામાં આવે છે.
જો દોષી સાબિત થાય તો આરોપીને કોઈપણ એક નક્કી સમયે કેદની સજા થઈ શકે છે. બાદમાં આ સજા પણ પાંચ વર્ષ સુધી લંબાવી શકાય છે.
એટલું જ નહીં દોષિતોને આર્થિક દંડ પણ લાદવામાં આવી શકે છે. અથવા દોષિત બંને સજા કરવામાં આવી શકે છે. કાયદાના નિષ્ણાતોના જણાવ્યા મુજબ, આ કલમ હેઠળના ગુનાઓ જામીનપાત્ર હોય છે.
આવા કેસની સુનાવણી પ્રથમ શ્રેણીના ન્યાયાધીશો કરે છે. આવા કિસ્સાઓમાં દોષી અને પ્રાણીના માલિક વચ્ચે સમાધાન પણ થઈ શકે છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.