હાથરસ ગેંગરેપ કેસમાં ક્રિકેટર વિરાટ કોહલીની પ્રતિક્રિયા, કહ્યું ‘ક્રૂરતાની બધી હદ વટાવી નાખી’

ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન વિરાટ કોહલીએ હાથરસમાં થયેલા ગેંગરેપને ‘ક્રૂરતાની બધી હદ વટાવી નાખનારી ઘટના’ કહ્યું અને આશા વ્યક્ત કરી છે કે પીડિતા સાથે ન્યાય કરવામાં આવશે.

હાથરસમાં સામૂહિક બળાત્કારનો ભોગ બનેલી 19 વર્ષીય દલિત યુવતીનું મંગળવારે સવારે દિલ્હીની સફદરજંગ હોસ્પિટલમાં નિધન થયું હતું. હાથરસ જિલ્લાના ચંદ્પા પોલીસ સ્ટેશન વિસ્તારના એક ગામમાં 14મી સપ્ટેમ્બરે 19 વર્ષની દલિત બાળકી પર ગેંગરેપ થયો હતો.

પોલીસે આ કેસમાં ચાર આરોપીઓની ધરપકડ કરી છે. યુએઈમાં આઈપીએલ રમતા કોહલીએ ટવિટ કર્યું હતું કે, હાથરસમાં જે બન્યું તે અમાનવીય અને ક્રૂરતાની હદ વટાવી નાખનારું હતું. આશા છે કે આ ગુનાના દોષીઓને સજા મળશે.

પીડિતાને સારવાર માટે દિલ્હી મોકલવામાં આવી હતી

પોલીસે જણાવ્યું કે, આ ઘટના બાદ પીડિતાને અલીગઢની જેએન મેડિકલ કોલેજ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. જ્યાં તેની હાલત ગંભીર થવાના કારણે તેને સારવાર માટે દિલ્હી મોકલવામાં આવી હતી. આ અગાઉ હાથરસના પોલીસ અધિક્ષક વિક્રાંત વીરે જણાવ્યું હતું કે, આ ઘટના દરમિયાન બાળકીનું ગળું પણ દબાવવામાં આવ્યું હતું જેને કારણે તેની જીભ બહાર આવી અને કાપી નાખવામાં આવી હતી.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.