હાથરસ ગેંગરેપ પીડિતાની ચિતાની આગ હજુ શમી નથી ત્યાં ઉત્તર પ્રદેશમાં બળાત્કારનો બીજો બનાવ

હાથરસમાં ગેંગરેપ મામલે પીડિતાની ચિતાની આગ હજુ ઠંડી નથી પડી ત્યાં ઉત્તર પ્રદેશમાં જ આવો એક બીજો માનવતાને શર્મસાર કરતો  બનાવ બન્યો છે.

યુપીના બલરામપુરમાં 22 વર્ષની અનુસૂચિત  જાતિની વિદ્યાર્થીનીનું અપહરણ કરીને તેની સાથે રેપની ઘટના સામે આવી છે. હાથરસ  ગેંગરેપ મામલે પીડિતાની ચિતાની આગ હજુ ઠંડી નથી પડી ત્યાં ઉત્તર પ્રદેશમાં જ આવો એક બીજો માનવતાને શર્મસાર કરતો બનાવ બન્યો છે. યુપીના બલરામપુરમાં 22 વર્ષની અનુસૂચિન જાતિની વિદ્યાર્થીનીનું અપહરણ કરીને તેની સાથે રેપની ઘટના સામે આવી છે.

મળતી માહિતી મુજબ યુવતીને નશીલો પદાર્થ ખવડાવીને હેવાનોએ તેની સાથે ગેંગરેપની ઘટનાને અંજામ આપ્યો. એટલું જ નહીં હેવાનોએ વિદ્યાર્થીનીની હાલત સાંજે ગંભીર થઈ જતા રિક્ષામાં લાદીને તેના ઘરે મોકલી લીધી. ગણતરીના કલાકો બાદ યુવતીનું મૃત્યુ થઈ ગયું. મામલો બલરામપુરના ગેસડી પોલીસ સ્ટેશનની હદનો છે.

યુવતીના પરિજનોનું કહેવું છે કે 22 વર્ષની યુવતી 29 સપ્ટેમ્બરે સવારે લગભગ 10 વાગે બીકોમમાં એડમિશન  કરાવવા માટે ઘરેથી નીકળી હતી. પરંતુ જ્યારે સાંજે લગભગ 5 વાગે પણ ઘરે પાછી ન ફરી તો તેની શોધખોળ શરૂ કરવામાં આવી.

લગભગ સાંજે 7 વાગે યુવતી એક રિક્ષામાં ખરાબ હાલતમાં ઘરે પહોંચી. તેની આ હાલત જોઈને ઘરવાળાઓએ તેની પૂછપરછ કરી તો તે દર્દથી કણસવા લાગી હતી. ગામના બે ડોક્ટરોને બતાવ્યા બાદ જેવી યુવતીને જિલ્લા મુખ્યાલય ખાતે સારવાર કરાવવા માટે ઘરવાળા ગામની બહાર નીકળ્યા કે થોડી આગળ પહોંચતા જ યુવતીનું મૃત્યુ થઈ ગયું.

જઘન્ય ગેંગરેપનો ભોગ બનેલી પીડિત યુવતી મેઘાવી હતી અને લગભગ બે વર્ષથી એક સંસ્થામાં કમ્યુનિટી રિસોર્સ પર્સનના પદે તૈનાત થઈને વિસ્તારના ખેડૂતોને આધુનિક ખેતી કરવા માટે જાગરૂકતા ફેલાવવાનું કામ કરતી હતી. 30 સપ્ટેમ્બરે આ ઘટનાની સૂચના મળતા પોલીસે યુવતીના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી દીધો.

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.