શિવસેનાના ધારાસભ્ય પ્રતાપ સરનાઇકે કહ્યું હતું કે હાથરસ કાંડની તપાસ મુંબઇ પોલીસ પાસે કરાવવી જોઇએ. હાથરસના પોલીસ તંત્રે પોતાની ફરજ બરાબર બજાવી નથી. પ્રતાપ સરનાઇકે મહારાષ્ટ્ર રાજ્યના ગૃહ પ્રધાન અનિલ દેશમુખને કહ્યું હતું કે ઇન્ડિન ક્રીમીનલ પ્રોસિજર કૉડની 154મી કલમ હેઠળ મુંબઇ પોલીસમાં આ કેસની ફરિયાદ નોંધવી જોઇએ.
અત્રે એ યાદ રહે કે આ એજ ધારાસભ્ય છે જેણે કંગનાને ધમકી આપી હતી કે મુંબઇમાં પગ મૂકીશ તો તારું માથું ફોડી નાખીશ. અભિનેતા સુશાંત સિંઘ રાજપૂતના અકાળ અવસાનની તપાસમાં મુંબઇ પોલીસે પોતાની ફરજ બરાબર બજાવી નથી એવી વાતો વચ્ચે બિહાર પોલીસે ઝુકાવ્યું હતું અને ત્યારબાદ સીબીઆઇની તપાસની માગણી ઊઠી હતી. અત્યારે સરનાઇક એ ઘટનાને નજર સમક્ષ રાખીને એવી માગણી કરી રહ્યા હતા કે હાથરસ કાંડની તપાસ મુંબઇ પોલીસ પાસે કરાવવી જોઇએ. સરનાઇકે જરાય શબ્દો ચોર્યા વિના કહ્યું હતું કે જેમ સુશાંતના કેસમાં બિહાર પોલીસે વચ્ચે ઝુકાવ્યું હતું એમ અત્યારે હાથરસ કાંડની તપાસ મુંબઇ પોલીસને સોંપાવી જોઇએ.
જો કે હાથરસ પોલીસે કરેલા એક કરતાં વધુ છબરડા પછી ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન યોગીએ આ કાંડમાં સંડોવાયેલા એક પોલીસ સુપરિન્ટેન્ડન્ટ સહિત આખી પોલીસ ટુકડીને સસ્પેન્ડ કરી દીધી હતી. પોલીસે અડધી રાત્રે પીડિતાના આખા ગામની હાજરીમાં મૃતદેહને જલાવી દીધો હતો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.