ટ્રેન સાથે દોડતી છોકરીને જોઈને ઓફિસ છોડી ભાગ્યા અધિકારી! 4 દાયકા બંધ રહ્યું રેલવે સ્ટેશન…

HAUNTED RAILWAY STATION: ભારતના કેટલાક રેલ્વે સ્ટેશન એવા છે જેમની કહાની રોચક છે. જેના વિશે જાણીને લોકો હેરાન થઈ જાય છે. ત્યારે, પશ્ચિમ બંગાળનું બેગુનકોડોર રેલ્વે સ્ટેશન પણ આવા જ કિસ્સાના કારણે 42 વર્ષ સુધી બંધ રહ્યુ હતું.

HAUNTED RAILWAY STATION: પેરાનોર્મલ એક્ટિવીટીની ચર્ચા કાયમ થતી હોય છે. અને તેની ચર્ચા થાય એટલે લોકોના મગજમાં આવે જુના કિલ્લા અને ઈમારતોની તસ્વીરો. પણ શું તમે જાણો છો કે ભારતમાં એવા પણ કેટલાક રેલ્વે સ્ટેશન છે. જેનો સંબંધ ભૂતો સાથે છે. પરંતુ, સૌથી વધુ ચર્ચામાં રહ્યું હોય તો તે છે, બેગુનકોડોર રેલ્વે સ્ટેશન જે પશ્ચિમ બંગાલના પુરુલિયામાં આવેલું છે. આ સ્ટેશનનું ઉદ્ધાટન 1962માં થયું હતું, પણ ભૂતના ડરના કારણે આ સ્ટેશન ટૂંક સમયમાં બંધ કરાયું હતું.

બેગુનકોડોરમાં રહેતા લોકોને ટ્રેન પકડવા માટે 40 કિલોમીટર દૂર બીજા સ્ટેશન પર જવું પડતું હતું. જેના કારણે ત્યાંના સ્થાનિકોએ રેલ્વે સ્ટેશનની માગ કરી હતી. જે માગને સ્વીકારાતા બેગુનકોડોર રેલ્વે સ્ટેશનનું નિર્માણ કરવામાં આવ્યું હતું. જોકે 1967માં આ સ્ટેશન બંધ કરવામાં આવ્યું હતું.

વૈજ્ઞાનિકો અને પેરાનોર્મલ એક્સપર્ટસની ટીમે લીધી મુલાકાતઃ

ઘણા વર્ષોથી ચાલતી અફવાઓના પગલે એક વૈજ્ઞાનિકોની ટીમ અને એક પેરાનોર્મલ એક્સપર્ટની ટીમે નક્કી કર્યું હતું કે એક રાત ત્યાં રોકાઇને તપાસ કરશું. જે બાદ આ 20થી વધુ લોકોની ટીમે એક રાત રહીને ત્યાં વિવિધ સાધનો સાથે તપાસ કરી હતી. જોકે, ત્યાં એ રિસર્ચ ટીમને પેરાનોર્મલ એક્ટિવીટીના કોઈ પુરાવા ન મળ્યા હતા.

2009માં શરૂ કરાયું સ્ટેશનઃ

ભૂતના ખોફથી કોઈ ટ્રેન અહીંથી ગુજરતી હતી તો ટ્રેનનો લોકો પાયલટ ટ્રેનની સ્પીડ વધારી દેતો હતો. જેથી તે સ્ટેશન જલ્દી પાર થઈ શકે. ટ્રેનના પેસેન્જર પર આ સ્ટેશન આવવા પહેલાં તમામ બારી-દરવાજાઓ બંધ કરી દેતા હતા. ત્યારબાદ, 2008માં રિસર્ચ ટીમના અહેવાલો રેલ્વે મંત્રાલયની સોંપવામાં આવ્યા. અને 2009માં એટલે કે 42 વર્ષ બાદ તે સમયના રેલ મંત્રી મમતા બેનર્જીએ આ રેલ્વે સ્ટેશન ફરી શરૂ કરવાની પરવાનગી આપી હતી. ત્યારથી અત્યારસુધી કોઈ પણ ભૂત દેખાવાનો દાવો તો નથી કરવામાં આવ્યો. જોકે, આજે પણ સુર્ય અસ્ત થયા બાદ કોઈ આ રેલ્વે સ્ટેશન પર રોકાતું નથી.

આ કારણે બંધ કરાયું રેલ્વે સ્ટેશનઃ

1967માં આ રેલ્વે સ્ટેશન પર ત્યાંના સ્ટેશન માસ્ટરે એક યુવતીને જોઈ હતી. જે ટ્રેનની સાથે દોડી રહી હતી. જેને જોઈ સ્ટેશન માસ્ટેર ડર્યા હતા. સ્ટેશન માસ્ટરે અન્ય સ્ટાફને આ વાત વિશે જાણ કરી તો લોકોએ તેમનો ભ્રમ હોવાનું જણાવી વાતને ફગાવી દિધી હતી. બીજા દિવસે ફરીવાર સ્ટેશન માસ્ટરને તે જ યુવતી ટ્રેન સાથે દોડતી દેખાઈ અને આ વખતે દોડતા દોડતા તે ટ્રેનથી પણ આગળ નીકળી ગઈ હતી અને ટ્રેનની સામે નાચી રહી હતી. ત્યારબાદ, સ્ટેશન માસ્ટર ડર્યો હતો અને પોતાના મૂળ વતન ગયો હતો. જોકે, થોડાં દિવસો બાદ તેની મોતના સમાચાર આવ્યા હતા. આ સમય દરમિયાન અન્ય રેલ્વે સ્ટેશનના સ્ટાફે આ યુવતીને જોઈ હતી અને તમામ લોકો ડરીને ત્યાંથી નોકરી છોડીને ભાગી ગયા હતા. સાથે જ સ્થાનિકો પણ એટલા ડરી ગયા હતા કે તેઓ રેલ્વે સ્ટેશન પર આવતા ન હતા. અને દૂરના રેલ્વે સ્ટેશનથી ટ્રેન પકડતા હતા. જેના પગલે રેલ્વે સ્ટેશન બંધ કરાયું હતું.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.