મોં સુધી આવેલો કોળિયો ઝૂંટવાઈ જાય તેવ ૫રીસ્થિતિ સર્જાઈ છે. શિયાળું પાક જેવા કે જીરું, ઘઉં, કપાસ, દીવેલાને નુકસાન થઈ રહ્યું છે.
આ સંજોગોમાં હવામાન ખાતાએ વધુ એક વખત ૮થી ૧૦ જાન્યુ. સુધી રાજ્યના કેટલાક ભાગોમાં વરસાદની આગાહી કરી છે. રાજ્યમાં કમોસમી વરસાદ કારણે ખેડૂતોની ચિંતામાં ફરી વધારો થયો હતો.
જેમાં આઠમી જાન્યુઆરીના રોજ ડાંગ, તાપી, નર્મદા, દાહોદમાં વરસાદની આગાહી છે. ૯મી જાન્યુઆરીના રોજ છોટાઉદેપુર, નવસારી, ભરૂચ, દાહોદ અને ૧૦ જાન્યુઆરીના રોજ દાહોદ ડાંગ, ભરૂચ, નર્મદા, તાપીમાં વરસાદની આગાહી છે. અમદાવાદમાં માવઠું નહીં થાય પરંતુ વાદળો છવાશે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.