આવતીકાલે સૌરાષ્ટ્ર-કચ્છમાં ગાજવીજ સાથે વરસાદની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે.
હવામાન વિભાગના મતે આવતીકાલે જુનાગઢ, ભાવનગર, અમરેલી, સુરેન્દ્રનગર તેમજ કચ્છમાં ગાજવીજ સાથે હળવોથી મધ્યમ વરસાદ પડી શકે છે. જોકે, આ પછી વરસાદની કોઇ સંભાવના નથી. રાજ્યમાં આગામી ૪-૫ દિવસ દરમિયાન મહત્તમ તાપમાન પણ યથાવત્ રહેશે. અમદાવાદમાં આજે ૩૯.૮ ડિગ્રી સાથે સરેરાશ મહત્તમ તાપમાનમાં છેલ્લા કેટલાક દિવસની સરખામણીએ ઘટાડો નોંધાયો હતો.
આ સિવાય રાજકોટમાં ૪૦.૮, ગાંધીનગરમાં ૪૦, વડોદરામાં ૩૯.૬, ભૂજમાં ૩૯.૭, ડીસામાં ૩૮.૩, ભાવનગર-સુરતમાં ૩૮, દીવમાં ૩૩.૫ ડિગ્રી સરેરાશ મહત્તમ તાપમાન નોંધાયું હતું.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.