ઉત્તર પૂર્વ ના રાજ્ય માં ખૂબ જ પવન ફૂંકાવાથી,હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી જાણ, રાજ્ય માં ખૂબ પડશે ઠંડી..

શુક્રવારે જૂનાગઢમાં લઘુત્તમ તાપમાન 10.3, મહત્તમ 29.4 ડિગ્રી રહ્યું હતું. જ્યારે ભેજનું પ્રમાણ સવારે 69 ટકા અને બપોર બાદ 35 ટકા રહ્યું હતું તેમજ પવનની ઝડપ 5 કિમી પ્રતિ કલાકની રહેવા પામી હતી. ગિરનાર પર્વત પર 5.3 ડિગ્રી કડકડતી ઠંડી પડી હતી પરિણામે લોકોને દિવસભર ગરમ વસ્ત્રોનો સહારો લેવાની ફરજ પડી હતી.

હવામાન વિભાગના ડાયરેક્ટર ડોકટર જ્યંત સરકારે જણાવ્યું છે કે નલિયાનું તાપમાન સૌથી નીચું નોંધાયું છે આગામી 48 કલાક નલિયામાં કોલ્ડ વેવ રહેશે. અને રાજ્યના અન્ય શહેરો પણ આગામી બે દિવસ તાપમાન યથાવત રહેશે.

રાજ્યમાં ઉતરપૂર્વના પવન ફૂંકાવાથી ઠંડીનો પારો વધુ ગગડવાની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. લઘુતમ તાપમાન 2થી 3 ડીગ્રી ઘટશે. હાલ કાશ્મીરમાં થયેલી હિમ વર્ષાના કારણે ઉત્તર તરફના ઠંડાગાર પવન ફૂંકાય રહ્યા છે. જેના કારણે ઠંડીનું પ્રમાણ વધી ગયું છે. ઉત્તર ભારતમાં હાડ ગાળતી ઠંડીનું મોજું ફરી વળ્યું છે. રાજસ્થાનના આબુમાં તાપમાનનો પારો માઈનસ પાંચ ડિગ્રીથી પણ નીચે ગગડી ગયો હતો.

હવામાન વિભાગની આગાહી પ્રમાણે, હજુ 2 દિવસ ઠંડી રહેશે બાદમાં સોમ અને મંગળવારે અંશત: વાદળછાયું વાતાવરણ રહેશે જેના કારણે ઠંડીમાં થોડાઘણા અંશે ઘટાડો નોંધાશે. બાદમાં ઠંડી સતત વધતી રહેશે. ખાસ કરીને ડિસેમ્બરના અંતિમ સપ્તાહમાં અને સમગ્ર જાન્યુઆરી માસમાં આકરી ઠંડી પડી શકે છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.