હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે એક અઠવાડિયા માટે ઠંડી પડવાનું અનુમાન છે, આગામી 48 કલાકમાં ભારતના અમુક વિસ્તારમાં પડી શકે છે વરસાદ, બરફવર્ષા…

દેશમાં આગામી 48 કલાકમાં બરફવર્ષા થઈ શકે છે. હવામાન વિભાગે આગામી 48 કલાક હવામાનનું અનુમાન જાહેર કર્યું છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આગામી 24 કલાકમાં કેરળમાં વરસાદની સંભાવના છે.

તે જ સમયે, અનુમાન કરવામાં આવે છે કે 26-27 ડિસેમ્બરે જમ્મુ-કાશ્મીર, હિમાચલ પ્રદેશ, લદ્દાખ અને ઉત્તરાખંડના કેટલાક વિસ્તારોમાં બરફવર્ષા અને વરસાદ પડી શકે છે.

હવામાન વિભાગે 24 થી 30 ડિસેમ્બર માટે આગાહી જારી કરી છે, જે મુજબ ઉત્તર પશ્ચિમ, મધ્ય અને પૂર્વ ભારતના મોટાભાગના વિસ્તારો – ભાગોમાં લઘુત્તમ તાપમાન સામાન્ય કરતાં 2થી 6 ડિગ્રી સેલ્સિયસ નીચું રહેશે.

મેદાની પ્રદેશોમાં કોલ્ડ ડેનો અનુભવ થઈ શકે

જ્યારે દેશના મેદાની પ્રદેશોમાં મહત્તમ તાપમાન 16 ડિગ્રી સેલ્સિયસથી નીચે નોંધાય ત્યારે તે દિવસને શીત દિવસ કહેવામાં આવે છે. આનો અર્થ એ કે દિવસ દરમિયાન કોલ્ડ વેવની અસર પણ જોવા મળી શકે છે. દિલ્હી ઉપરાંત, જે શહેરોમાં આગામી 24 કલાકમાં મહત્તમ તાપમાન 15 ડિગ્રી સેલ્સિયસથી નીચે નોંધાયું છે તેમાં અલીગઢ, હિસાર, શાહજહાંપુર, મેરઠ, લુધિયાણા, ચંદીગઢ, કરનાલ, અંબાલા, અમૃતસર, રોહતક અને બરેલી છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.