હવામાન વિભાગે કરી આગાહી,પશ્ચીમી વિક્ષોભની અસરના કારણે,ક્યાંક વરસાદ તો ક્યાંક ગરમી

માર્ચનું બીજું અઠવાડિયું શરૂ થતાં જ દેશમાં ગરમીની શરૂઆત થઈ ગઈ છે. ઉત્તર ભારતના પહાડોમાં બરફવર્ષા બાદ મેદાની વિસ્તારોમાં અનેક જગ્યાઓએ વરસાદની શક્યતા છે.

ઉત્તર મધ્ય ભારતમાં ખાસ કરીને મહારાષ્ટ્ર અને વિદર્ભમાં સતત ગરમી વધી રહી છે. મહારાષ્ટ્રના અનેક વિસ્તારોમાં તાપમાન 40 ડિગ્રી પહોંચ્યું છે.

હવામાન વિભાગે ગુલમર્ગમાં 22 ઈંચ હિમવર્ષાની આગાહી કરી છે. અહીં ગુરેજમાં 5, તુલૈલમાં 7 અને રાજદાન ટોપમાં 7 ઇંચ બરફ પડ્યો છે. છેલ્લા અનેક દિવસોથી કડકડતી ગરમી બાદ સોમવારે પશ્ચિમી વિક્ષોભની અસરના કારણે પૂર્વ રાજસ્થાનમાં વાદળ છવાયા છે અને હવામાનનો મિજાજ બદલાતા વરસાદ શરૂ થયો છે.

સ્કાઈમેટ વેધરના અનુસાર પશ્ચિમી વિક્ષોભની આ સમયે જમ્મૂ કાશ્મીર અને તેનાથી અડેલા હિમાચલ પ્રદેશની ઉપર છે. તેના કારણે આ સમયે ચક્રવાતી હવાઓું ક્ષેત્ર ઉત્તર પશ્ચીમી રાજસ્થાન અને તેનાથી અડેલા વિસ્તારો પર રહે છે.

આ સિવાય દેશના પૂર્વોત્તર વિસ્તારોમાં કેટલાક સ્થાનોએ સામાન્ય વરસાદની સાથે એક-બે સ્થાનો પર મધ્યમ વરસાદના આસાર છે. દક્ષિણી તમિલનાડુમાં થોડી જગ્યાઓએ જ્યારે દક્ષિણી કેરળમાં એક-બે સ્થાનોએ વરસાદની શક્યતા છે.

હવામાન વિભાગે આ વર્ષે આકરી ગરમી પડશે તેવી આગાહી કરી છે. અમદાવાદ, વડોદરા, રાજકોટ, ભુજ, ડીસા અને નલિયા સહિતમાં ગરમીનો અહેસાસ થશે. જ્યારે 14થી 15 માર્ચ બાદ પણ તાપમાન વધવાની શક્યતા છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.