હવામાન વિભાગની આગાહી : ગુજરતમાં પડશે કાતિલ ઠંડી, મોટાભાગના શહેરોમાં, તાપમાન નીચું જવાની શક્યતા

હવામાન વિભાગની આગાહી મુજબ ગુજરાતમાં આગામી 31 જાન્યુઆરી સુધી ઠંડીના ચમકારાની આગાહી આપવામાં આવી છે. જેને લઇને મોટાભાગના શહેરમાં તાપમાન નીચુ જવાની શક્યતા છે.

વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની સાથે સાયક્લોનિક સર્ક્યુલેશનની અસરના પગલે રાજ્યમાં હવામાન વિભાગ દ્વારા 31મી જાન્યુઆરી ઠંડીના ચમકારાની આગાહી આપવામાં આવી છે.

જેને લઇને અમદાવાદ સહીતના શહેરો ઠંડાગાર જોવા મળ્યા હતા. ગઇકાલે નલિયામાં સૌથી ઓછુ લઘુત્તમ તાપમાન 4 ડિગ્રી નોંધાયું હતું.

રાજ્યની નજીક આવેલ રાજસ્થાનના પર્યટક સ્થળ માઉન્ટ આબુમાં માઇનસ 4 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. સાથે કચ્છ અને સૌરાષ્ટ્રમાં કડકડતી ઠંડી પડી શકે છે. રાજ્યના કેટલાંક શહેરોમાં બે આંકડાથી નીચે તાપમાન જોવા મળી શકે છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.