ઘોર કળિયુગની સાબિતી આપતી એક પછી એક ઘટના સામે આવી રહી છે. ખેડામાં હવસખોર સાવકા બાપે જ 11 વર્ષની દીકરી પર નજર બગાડીને વારંવાર શરીર સુખ માણીને ગર્ભવતી બનાવી દીધી હતી અને જ્યારે માતા સમક્ષ આખી કહાની આવી ત્યારે તેના પગ નીચેથી જાણે કે જમીન સરકી ગઈ હતી આ નરાધમ સાવકો પિતા ભાગી જાય તે પહેલા જ પોલીસે તેને દબોચી લીધો હતો.
મળતી માહિતી મુજબ, મૂળ રાધનપુરા, પાટણનો મુસ્તુફા હનિફમિયાં મીયાણા આઠેક મહિનાથી માતરના એમ્પાયર ફાર્મ હાઉસમાં રખેવાળની નોકરી કરતો હતો અને તેની સાથે પત્ની અને પત્નીના અગાઉના પતિથી જન્મેલી દીકરીઓ રહેતી હતી આ પૈકી એક દીકરીને પેટમાં દુખાવો ઉપડતાં સારવાર માટે નડિયાદ સિવિલ હોસ્પિટલમાં લઈ જવાઈ હતી અને જ્યાં તપાસ દરમિયાન ગર્ભવતી હોવાનું સામે આવતાં હોસ્પિટલ દ્વારા પોલીસને જાણ કરવામાં આવી હતી.
પીડિતાના માતાના પ્રથમ લગ્ન ગોધરામાં થયા હતા અને જેમાં સંતાનમાં ત્રણ દીકરીઓ હતી.આ ત્રણેયના ભવિષ્યને ધ્યાનમાં રાખી તેણે મુસ્તુફા સાથે બીજા લગ્ન કર્યા હતા અને જે દીકરીઓના પાલન પોષણની જવાબદારી જેના માથે હતી તેવા સાવકા પિતાએ 11 વર્ષની દીકરી પર દુષ્કર્મ ગુજારીને ગર્ભવતી બનાવી દીધી હતી. 11 વર્ષની સગીરાને 11 સપ્તાહનો ગર્ભ છે માતાના ગેરહાજરીમાં સાવકો પિતા તેના પર પાંચેક મહિનાથી દુષ્કર્મ કરતો હતો. દીકરી મોઢેથી આ વાત સાંભળતા જ માતાના પગ નીચેથી જમીન સરકી ગઈ હતી અને તેણે ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપીની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.