અત્યારે શાકભાજી ખરીદવાથી માંડીને જ્વેલરી શોપ પર જ્વેલરી ખરીદવા અને તમામ પ્રકારના પેમેન્ટ કરવા માટે UPI નો ઉપયોગ કરવામાં આવે છે. પરંતુ ટૂંક સમયમાં UPI દ્વારા લોન પણ મળવા લાગશે. આ માટે બેંકોએ જબરદસ્ત પ્લાન બનાવ્યો છે.
ભારતને ડિજિટલ ઇન્ડિયા બનાવવામાં જેટલું સારું કામ UPI એ કર્યું છે એટલું કોઈ બીજા ટૂલથી નથી થયું. હાલમાં રસ્તા પર ઉભેલા પાણીપુરીવાળાથી લઈને મોટા શોરૂમ સુધી દરેક નાના-મોટા પેમેન્ટની સુવિધા UPIમાં મળી રહી છે. પરંતુ હવે ટૂંક સમયમાં UPIની આ સિસ્ટમ વધુ મજબૂત બનવા જઈ રહી છે અને બેંકો UPI દ્વારા લોન લેવાની સુવિધા પણ આપવા લાગશે. દેશની ઘણી મોટી બેંકો UPI નો ઉપયોગ કરતા ગ્રાહકોને આ એપ પર લોન આપવાની યોજના બનાવી રહી છે. જો આવી સુવિધા શરૂ કરવામાં આવશે તો ગ્રાહકોને ઘણો ફાયદો થવાનો છે કારણ કે અપ્રૂવલ મળ્યા બાદ તરત જ લોકોના ખાતામાં પૈસા આવી જશે.
બેંકોએ બનાવ્યો લોન ઓફરનો આ પ્લાન
દેશની ઘણી બેંકોએ UPI એપ પર ગ્રાહકોને લોન આપવાની યોજના બનાવી છે. બેંકો યુપીઆઈ એપ પર ગ્રાહકોને નાની લોન આપી શકે છે, જે તેમને એફડીના બદલામાં મળશે. એટલે કે, બેંકમાં જે પણ FD કરાવશો, બેંક તે પૈસા મોર્ગેજ પર મૂકશે અને UPI દ્વારા જ લોન ઓફર કરશે. UPI સર્વિસનું સંચાલન કરતી નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા (NPCI) એ હજુ સુધી આ અંગે કોઈ નિર્ણય લીધો નથી. જો કે, UPI સેવા પર ક્રેડિટ લાઇનની સુવિધા શરૂ કરી શકાય છે.
પ્રાઈવેટ બેંકો આપશે સૌથી પહેલા આ ઓફર
UPI પર FDના બદલે લોન આપવાની ઓફરની શરૂઆત દેશમાં સૌથી પહેલા પ્રાઈવેટ બેંક કરી શકે છે. આ માટે, NPCI સાથે મળીને, તેણે સિસ્ટમમાં માળખાકીય ફેરફારો કરવાનું પણ શરૂ કરી દીધું છે. અહેવાલો મુજબ, પ્રાઈવેટ બેંકોનો ઉદ્દેશ્ય આ સુવિધા દ્વારા નવા ગ્રાહકોને બેંક સુધી લાવવાનો છે, જેનો બેંકમાં એકાઉન્ટ પણ નથી રાખતા.
આ પ્રકારની લોનનો બીજો ફાયદો એ છે કે તે સંપૂર્ણપણે સુરક્ષિત છે. તાજેતરમાં આરબીઆઈએ બેંકોની વધતી જતી અસુરક્ષિત લોન અંગે ચિંતા વ્યક્ત કરી છે. આમાંની મોટાભાગની લોન ખૂબ જ ઓછી રકમની હોય છે. એવામાં UPI પર ડિપોઝીટના બદલે લોન આપવી એ બેંકો માટે સસ્તું અને સલામત માધ્યમ છે. તેની શરતો ટૂંક સમયમાં જાહેર થઈ શકે છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.