તમે ક્યારેય વિચાર્યુ છે?? ટ્રેનની છત ઉપર રહેલી ગોળ આકારની પ્લેટ કેમ લગાવવામાં આવે છે ?

તમે અવારનવાર ટ્રેનમાં મુસાફરી કરી હશે. પરંતુ દૂરથી પસાર થતી ટ્રેનને જોશો તો તેના ડબ્બા ઉપર ઢાંકણ જેવું ગોળાકાર દેખાય છે. શું તમે ક્યારેય વિચાર્યુ છે કે ટ્રેનની છત પર ગોળ આકારની પ્લેટ કે ઢાંકણુ કેમ લગાવવામાં આવે છે ? નહિ તો આવો જાણીએ

મુસાફર આ ગોળ ઢાંકણા કે પ્લેટ વિના અંદર બેસી શકતા નથી અને આ ઢાંકણા મુસાફરો માટે બહુ કામની વસ્તુ છે. ટ્રેનની છત પર લાગેલા આ કવર-ઢાંકણાને રુફ વેન્ટિલેટર કહેવામાં આવે છે અને આ કારણે મુસાફરોને ટ્રેનની અંદર ગૂંગળામણ અનુભવાતી નથી. આ ઢાંકણા ટ્રેનના ડબ્બામાંથી ગૂંગળામણને બહાર ફેંકે છે અને મુસાફરોને રાહત અનુભવાય છે.

ટ્રેનના કોચની અંદર ખૂબ ભીડ હોય છે જેના કારણે ગૂંગળામણ થાય છે અને જેને ઓછી કરવા માટે કોચની ઉપર રુફ વેન્ટિલેટર લગાવવામાં આવે છે. જેના વિના કોચમાં મુસાફરોને સફર કરવી મુશ્કેલ થશે.

ભારતીય રેલવેની અમુક ટ્રેનોની છતમાં નાના-નાના ગોળ છિદ્ર હોય છે. ટ્રેનની અંદરની ભીનાશ આ જાળીઓ દ્વારા બહાર જાય છે. ભીનાશ બારીમાંથી પણ નીકળી શકે છે પરંતુ હ્યુમિડિટી ગરમ હવા હોય છે અને જે હંમેશા ઉપરની તરફ ઉઠે છે કેમ કે વિજ્ઞાન કહે છે કે ઠંડી હવા ગરમ હવા કરતા હળવી હોય છે.

જ્યારે મુસાફરોની ભીડ વધવા લાગે છે તો ટ્રેનમાં ગરમ હવાઓ વધુ હાવી થઈ જાય છે અને આ દરમિયાન આ રુફ વેન્ટિલેટર ગરમ હવાને છિદ્રોના રસ્તે બહાર કાઢી દે છે, જેનાથી ટ્રેનમાં તાપમાન નિયંત્રિત રહે છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.