HC એ કરી ટિપ્પણી: તૂટેલા લગ્નમાં દંપતીને છૂટાછેડાની મંજૂરી ન આપવું એ દુઃખદ

છૂટાછેડાના એક કેસની સુનાવણી દરમિયાન પંજાબ અને હરિયાણા હાઇ કોર્ટે કહ્યું છે કે દંપતીના લગ્ન એક વખત હંમેશાં માટે તૂટી ગયા હોય તેને છૂટાછેડાની મંજૂરી ન આપવી દુઃખદ હોય શકે છે અને આ ટિપ્પણી સાથે જ હાઇ કોર્ટે ગુરુગ્રામ ફેમિલી કોર્ટનો વર્ષ 2015મા આપવામાં આવેલો આદેશ પણ પલટી દીધો જેમાં તેના પતિની છૂટાછેડાની અરજીને ફગાવી દેવામાં આવી હતી. અરજીમાં પતિએ લાંબા સમયથી અલગ રહેતી પત્ની પાસે છૂટાછેડા માગ્યા હતા.

હાઇ કોર્ટની બે જજોની પીઠે આ દરમિયાન કહ્યું હતું કે જે લગ્ન બધા ઉદ્દેશ્યો માટે સમાપ્ત થઈ ચૂક્યા છે તેને કોર્ટના નિર્ણયથી પુનર્જીવિત કરી શકાય નહીં. જો પાર્ટીઓ ઇચ્છુક નથી કેમ કે માનવીય ભાવનાઓ સામેલ છે અને જો તે સમાપ્ત થઈ ગઈ છે તો કોર્ટના નિર્દેશ પર પણ કુત્રિમતા દ્વારા તેમના જીવનને ફરીથી સારું કરવાની કદાચ જ કોઈ સંભાવના હશે. રિપોર્ટ મુજબ આ કેસમાં પતિ-પત્ની લગભગ 18 વર્ષથી અલગ રહેતા હતા અને પત્ની છૂટાછેડા માટે રાજી નથી અને પતિ છૂટાછેડા ઈચ્છે છે અને પત્નીને પાલન પોષણના ભથ્થા તરીકે એકીકૃત રકમ આપવા માટે તૈયાર છે પરંતુ પત્ની આ પ્રસ્તાવ માની રહી નથી.

પતિએ પહેલા ગુરુગ્રામની ફેમિલી કોર્ટ તરફ વણાંક લીધો અને માગણી કરી હતી કે તેમના લગ્નને માનસિક દયાહીનતાના આધાર પર સમાપ્ત કરવામાં આવે. ફેમિલી કોર્ટે તેની અરજીને મે 2015મા ફગાવી દીધી હતી. ત્યારબાદ વ્યક્તિએ હાઇ કોર્ટમાં અપીલ દાખલ કરી હતી. હાઇ કોર્ટે જોયું કે પતિ અને પત્ની નવેમ્બર 2003થી અલગ અલગ રહે છે. પતિએ પત્નીને 7.5 લાખ રૂપિયા એકીકૃત રકમ આપવા સાથે અરસપરસ સહમતી છૂટાછેડાનો પ્રસ્તાવ આપ્યો પરંતુ 12 ઓકટોબર 2021ના રોજ હાઇ કોર્ટે કહ્યું કે મહિલા અરસપરસ સહમતીથી છૂટાછેડા માટે તૈયાર નથી અને તેના પર વ્યક્તિને આદેશ આપવામાં આવ્યા કે તે પત્નીના નામે 10 લાખ રૂપિયાની ફિક્સ્ડ ડિપોઝિટ કરે.

થોડા દિવસ અગાઉ દિલ્હી હાઇ કોર્ટે મહિલાને છૂટાછેડાની મંજૂરી આપતા કહ્યું હતું કે ભાવનાઓના અદાન-પ્રદાન વિના લગ્ન માત્ર એક કાયદાકીય બંધન છે અને ન્યાયાધીશ વિપિન સાંઘી અને જસમિત સિંહની પીઠે 3 ડિસેમ્બરના આદેશમાં કહ્યું કે એવું નથી કે દરેક લગ્ન જ્યાં કપલ કામ કે અન્ય દાયિત્વ માટે સહમતીથી એક-બીજાથી અલગ રહે છે, તૂટી ગયા છે. લગ્નનું ઉદ્દેશ્ય બે આત્માઓ એક સાથે લાવવાનું છે જે જીવન નામક સાહસિક યાત્રા પર નીકળે છે. તે અનુભવ, હાસ્ય, દુઃખ, ઉપલબ્ધીઓ અને સંઘર્ષોને શેર કરે છે

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.