HDFC બેંક પર રિઝર્વ બેંકે પ્રતિબંધો લાદ્યા, તમામ ડિજિટલ વ્યવહારો તત્કાળ અટકાવી દીધા

રિઝર્વ બેંક ઑફ ઇન્ડિયાએ HDFC બેંક પર પ્રતિબંધો લાદ્યા હતા. HDFC બેંકના તમામ ડિજિટલ વ્યવહારો પર તત્કાળ અમલમાં આવે એ રીતે પ્રતિબંધ લાદી દેવામાં આવ્યા હતા.

જો કે આ પ્રતિબંધ કાયમી નથી. તમામ ડિજિટલ વ્યવહારો પર પ્રતિબંધ આવતાં ક્રેડિટ કાર્ડ ધરાવનારા ગ્રાહકો પણ હાલ ક્રેડિટ કાર્ડ વાપરી શકશે નહીં. છેલ્લાં બે વર્ષમાં રિઝર્વ બેંકે HDFC બેંક પર આ ત્રીજી વાર પ્રતિબંધ લાદ્યો હતો. એને કારણે HDFC બેંકને આંચકો લાગ્યો હતો.

HDFC બેંકના પ્રવક્તાએ કહ્યું કે અમે નવા ક્રેડિટ કાર્ડ પણ આપી શકીએ એમ નથી. અમારા બોર્ડમાં રહેલી ઊણપો દૂર કરીને જવાબદારી વધારવાનો રિઝર્વ બેંકનો આદેશ હતો.

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.