આખી રાત વિદ્યાર્થીનીઓ ખુલ્લામાં સુવા મજબૂર જરૂરી માલસામાન બહાર કાઢીને હોસ્ટેલનો ત્યાગ કર્યો છે. ડોક્ટર કે જેમને આપણે કોરોના વોરિયર્સ નું બિરુદ આપ્યું. ભગવાનનો દરજ્જો આપ્યો છે. પરંતુ આજે આવા જ ભવિષ્યના વોરીયસ મોત ની છત નીચે ભણવા મજબૂર બન્યા છે.
હા વાત છે અમદાવાદ સિવિલ હોસ્પિટલના કેમ્પસમાં આવેલી બી.જે.મેડિકલ કોલેજના વિદ્યાર્થીઓના આંદોલનની છે. એમ.બી.બી.એસ.માં અભ્યાસ કરતી વિદ્યાર્થિનીઓ બુધવારે જ પોતાના સામાન સાથે હોસ્ટેલ ખાલી કરીને કોલેજના કેમ્પસમાં ધામા નાખ્યા છે.
જર્જરિત હોસ્ટેલમાં તેમને પોતાનો ડર લાગ્યો હતો. વિદ્યાર્થીનીઓમાં આક્રોશ એટલો છે. કે રાતો ખુલ્લા કેમ્પસમાં વિતાવી જ છે. પરંતુ સુવિધા નહીં મળે ત્યાં સુધી કેમ્પસમાં રહેશે તેવી ચીમકી ઉચ્ચારી છે. સમગ્ર બાબતે અધિકારીઓને અનેક વખત રજુઆત કરવા છતાં સમસ્યાનું આજદિન સુધી નિવારણ આવ્યું નથી. જેથી આજે વિરોધ કરવામાં આવ્યું હોવાનું વિદ્યાર્થીનીઓ દ્વારા જણાવવામાં આવ્યું છે.
શું કહેવું છે કોલેજનાં ડીનનું.??
https://www.youtube.com/watch?v=glUFBm2asXc
બી.જે.મેડિકલ કોલેજના વિદ્યાર્થીઓ છેલ્લા ચાર દિવસથી ધરણા પર બેઠા છે હોસ્ટેલમાં જીવના જોખમે રહેતા વિદ્યાર્થીઓ આખરે આંદોલનના માર્ગે પકડ્યો છે બી.જે.મેડિકલ ની ગર્લ્સ અને બોય્ઝ હોસ્ટેલ જર્જરિત હાલતમાં હોવા છતાં વિદ્યાર્થીઓને ત્યાં રહેવા મજબૂર થવું પડે. અનેક ફરિયાદો છતાં કોઈ નિરાકરણ ન આવતાં કોલેજમાં પાર્કિંગમાં જ ધામા નાખી ને રાતો પસાર કરી રહ્યા છે. આ મામલે બી.જે મેડિકલ કોલેજના ડીનનું કહેવું છે કે સરકાર સાથે વાત ચાલુ છે ટૂંક જ સમયમાં સુખદ નિર્ણય આવશે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.