પોતાની કંપનીનાં આટલાં કર્મચારીઓને રાતો રાત બનાવી દીધાં કરોડપતિ.. તમે પણ કહેશો વાહ..

ભારતીય કંપની FRESH WORKSનું અમેરિકન શેર એક્સચેન્જમાં NASDAQ પર જોરદાર લિસ્ટિંગ થયું છે. આ લિસ્ટિંગથી કંપનીના સેંકડો કર્મચારીઓને રાતોરાત કરોડપતિ બની ગયાં છે.

ત્રિચી જેવાં નાનકડાં શહેરથી શરુ થઈ કંપની અમેરિકામાં એકત્ર કયાઁ ૧ અબજ ડોલર. બિઝનેસ સોફ્ટવેર બનાવતી ભારતીય કંપની FRESH WORKSની અમેરિકન શેલ બજાર નાસ્ડેક પર શાનદાર લિસ્ટિંગ થયું છે.

તેનાં ફાઉન્ડરે ગિરીશ માત્રુબુથમ “રજનીકાંતની જેમ કમાલ”કરી દેખાડી છે. તામિલનાડુનાં નાનકડા શહેરમાંથી કંપની શરૂ કરનાર અમેરિકા દિગ્ગજ સ્ટોક એક્સચેન્જ નાસ્ડેકમાં લીસ્ટ થઈ અંદાજે ૧.૩ અબજ ડોલર એકત્ર કરી ચૂકયાં છે. તેમાં ૭૦ કર્મચારીઓ ૩૦ વષઁથી નીચેનાં છે કેટલાંકે તો તાજેતરનાં વષઁમાં જ કોલેજનો અભ્યાસ પૂરો કરી કંપની જોઈન કરેલી છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.