તાજેતરમાં સુરત જીલ્લાના પુણા પોલીસ સ્ટેશનના કમ્પાઉન્ડમાં લાંચ લેવાની ઘટના સામે આવી છે.જાણકારી મુજબ પોલીસ મથકના ગ્રાઉન્ડમાં એક ટુ વ્હીલર અને મોબાઇલ ફોન છોડાવવા માટે એલ.આર.પો. કો.હાર્દિકભાઇ જેરામભાઇના નામે ૩ હજારની રૂપિયાની લાંચ લેતા એક ખાનગી વ્યક્તિને એસીબીએ રંગે હાથ પકડી પાડ્યો હતો અને તાપસ આદરી હતી.
આ ઉપરાંત પોલીસે લાચમાં લીધેલી રકમ પણ રિકવર કરી છે તેવું જાણવા મળ્યું છે.રંગે હાથ ઝડપાયેલા ઇસમે ૧૦ હજારની માગ કરી હતી બાદમાં ૩ હજાર માં ફાઇનલ કરી લાંચ લેતા ઝડપાયો હોવાનું એસીબીએ જણાવ્યું છે.મળેલ માહિતી અનુસાર ફરીયાદીનું ઍક્સેસ ટુ વ્હીલર અને મોબાઇલ પુર્ણા પોલીસ મથકમાં જમા થઈ હતી.
જેને મેળવવા માટે ફરીયાદીએ કોર્ટમાં અરજી દાખલ કરી હતી.કોર્ટે અરજી અંગે ખાતરી માટે પુણા પોલીસ સ્ટેશન તરફ મોકલાવી હતી. ફરીયાદી પોતાનું ટુ વ્હીલર તથા મોબાઇલ ફોન છોડાવવા માટે પુણા પોલીસ સ્ટેશન ખાતે ગયા હતાં.
તે વખતે પુણા પોલીસ મથકમાં ફરજ બજાવતા લોક રક્ષક હાર્દિકભાઇ જેરામભાઈએ ફરિયાદીને વકીલ લઇને આવવા માટે જણાવ્યું હતું.ત્યારબાદ ફરીયાદીભાઇએ મનોજ તિવારી નામના વ્યક્તિનો સંપર્ક કર્યો હતો અને બાદમાં ફરિયાદી સાથે મનોજ તિવારીએ એલ.આર.પો. કો. હાર્દિકભાઇ જેરામભાઇના નામે રૂપિયા ૧૦ હજારની લાંચની માંગણી કરી હતી.
પરતું છેલ્લે રૂપિયા ૩૦૦૦માં પતાવટ કરી હતી જેથી ફરીયાદી દ્વારા એસીબીનો સંપર્ક સાધી ફરીયાદ અનુસાર છટકું ગોઠવી મનોજ તિવારીને પોલીસ સ્ટેશનના કમ્પાઉન્ડમાં લાંચ લેતા રંગેહાથે ઝડપી પાડવામાં આવ્યો છે.એસીબી એ આરોપીને ડીટેઇન કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.