અમદાવાદમાં જુનિયર ડૉક્ટરોની હડતાળથી આરોગ્ય સેવા ખોરંભે ચઢી ગઈ છે,2 દિવસમાં 100થી વધુ ઓપરેશન થયા રદ્દ…..

અમદાવાદમાં જુનિયર ડૉક્ટરોની હડતાળથી આરોગ્ય સેવા ખોરંભે ચઢી છે અને જેમાં સિવિલ હોસ્પિટલમાં બે દિવસમાં 100થી વધુ ઓપરેશન રદ્દ થયા છે. તેમાં તબીબોની હડતાળને પગલે ફેકલ્ટીઓને બોલાવી લેવાયા છે. તેમજ વેકેશન પર ગયેલા ફેકલ્ટીઓને સિવિલ પર બોલાવા તેવો હોસ્પિટલ સત્તાધીશોનો આદેશ છે.

ઉલ્લેખનીય છે કે તબીબોની ત્રીજા દિવસે પણ હડતાળ યથાવત છે. તેમજ રજા પર ગયેલ ફેકલ્ટીઓને વેકેશનથી પરત બોલાયા છે તથા તબીબોની હડતાળને લીધે 30થી વધુ મેડિકલ ઓફિસરની મદદ લેવાશે. તેમાં અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં હડતાળનો ત્રીજો દિવસ છે. જેમાં 1100 કરતા વધારે તબીબો આજે પણ હડતાળ પર છે અને રેસિડેન્ટ તબીબોએ તમામ સેવાઓ બંધ કરી છે. તેમજ ઓપીડી, ઇમરજન્સી સહિતની તમામ સેવાઓ છોડી છે.

સિવિલ હોસ્પિટલમાં આવતા હજારો દર્દીઓ પરેશાન છે અને તેમાં પોતાની માંગને લઈ તબીબો અડગ છે. જ્યાં સુધી માંગ પૂર્ણ ન થાય ત્યાં સુધી હડતાળ પર રહેવાની તબીબોની ચિમકી છે. જેમાં અમદાવાદમાં તબીબોની હડતાળને લઈ સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. તેમાં હડતાળ પર ઉતરેલા તબીબો પર કાર્યવાહી થશે. જેમાં પી.જે.ડાયરેકટર દ્વારા તાત્કાલિક પગલાં લેવા નોટિસ અપાઈ છે. તેમાં શિસ્તભંગના પગલાં લેવા આપવામાં આદેશ આવ્યો છે. તેમાં ડ્યુટી પર નહી જોડાય તો પગલાં લેવાશે. તેમાં રેસિડેન્સી રદ કરવા સુધી પગલાં લેવાશે તેમજ આંદોલન પૂર્ણ કરવા તબીબોને અંતિમ નોટિસ છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.