હેલ્થકેર અને એજ્યુકેશન બાબતે વિશ્વના 174 દેશોમાં 116 માં ક્રમે ભારત

વર્લ્ડ બેંકે હ્યુમન કેપિટલ ઇંડેક્સમાં ભારતનો 116મો રેન્કિંગ કરી છે. ભારતનો 174 દેશોનો રેન્કિંગમાં આ સ્થાન આપવામાં આવ્યું છે. જો કે ભારતના સ્કોરમાં 2018ની સરખામણીમાં થોડી વૃદ્ધિ જોવા મળી છે. વર્લ્ડ બેંકે હ્યૂમન કેપિટલ ઇંડેક્સ મુજબ ભારતનો સ્કોર 0.49 છે જ્યારે 2018માં આ સ્કોર 0.44 હતો.

વિશ્વ બેંકે 2020 હ્યૂમન કેપિટલ ઇંડેક્સમાં 174 દેશની શિક્ષા અને આરોગ્યનો ડેટા લીધો છે. આ 174 દેશની કુલ 98 ટકા વસ્તી છે. કોરોના પહેલા એટલે કે માર્ચ 2020 સુધી આ હ્યૂમન કેપિટલ ઇંડેક્સમાં બાળકોને આપવામાં આવતી શિક્ષા અને આરોગ્યની સુવિધા પર મહત્વ આપવામાં આવ્યું છે. હ્યૂમન કેપિટલ ઇંડેક્સ મુજબ સૌથી વધારે દેશએ સ્થિર ઉન્નતિ કરી છે, જ્યારે લો-ઇનકમ દેશોએ મોટી છલાંગ મારી છે.

આ પહેલા 2019માં વર્લ્ડ બેંક તરફથી જાહેર કરાયેલા રિપોર્ટમાં ભારતનો 157 દેશોમાં 115મો રેન્ક હતો. ત્યાર બાદ કેન્દ્ર સરકારે વર્લ્ડ બેંકના ઇંડેકસ પર સવાલ ઉઠાવ્યા હતા. કેન્દ્ર સરકારે જણાવ્યું હતું કે વર્લ્ડ બેંકે દેશમાં ગરીબોને સંકટમાંથી બહાર નીકાળવાની નીતિની અવગણના કરી છે.

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.