Haldi Water For Weight Loss: આપણા ઘરોમાં વપરાતા મસાલા ખૂબ કામના હોય છે. હળદરની તો વાત જ જુદી છે. તેને મસાલા કહેવા કરતાં તેને દવા કહેવું વધુ સારું રહેશે. હળદરમાં ઘણા ઔષધીય ગુણ છુપાયેલા છે. હળદરમાં એન્ટિબેક્ટેરિયલ, એન્ટિઓક્સિડન્ટ, એન્ટિ-ઇન્ફ્લેમેટરી અને એન્ટિ-બેક્ટેરિયલ ગુણ હોય છે. જે ઘણી બીમારીઓને દૂર કરવાનું કામ કરે છે. હળદર સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક હોય છે, તેનો ઉપયોગ વજન ઘટાડવા માટે થાય છે. હળદરને પાણીમાં ભેળવીને પીવાથી વજન ઓછું થઈ જાય છે. તો ચાલો જાણીએ કે હળદરનું પાણી કેવી રીતે બનાવી શકાય છે.
વજન કેવી રીતે ઓછુ થાય છે
હળદરમાં રહેલા પોષક તત્વો વજન ઘટાડવામાં અસરકારક છે. હળદરમાં પોલિફીનોલ્સ, કરક્યૂમિન કમ્પાઉન્ડ હોય છે, જે ચરબી ઘટાડવાનું કામ કરે છે. વજન ઘટાડવા માટે હળદરનું પાણી બનાવીને પીવો.
કેવી રીતે હળદરનું પાણી બનાવવું
હળદરનું પાણી બનાવવા માટે પીસેલી હળદરની જગ્યાએ નેચરલ હળદર લો. આ હળદરને 2 કપ પાણીમાં નાખીને પાણી અડધું થાય ત્યાં સુધી ઉકાળો. આ હળદરના પાણીમાં પોષકતત્વો ઉતરી આવશે. પાણીને ગાળીને તેમાં થોડું મધ ઉમેરો અને હળદરનું હૂંફાળું પાણી પીવો. રોજ ખાલી પેટ હળદરનું પાણી પીવાથી વજન ઘટવા લાગે છે.
હળદરના પાણીના ફાયદા
- વજન ઘટાડવા ઉપરાંત હળદરનું પાણી પીવાથી ઘણા ફાયદા પણ થાય છે. ખાલી પેટ હળદરનું પાણી પીવાથી સાંધાનો દુખાવો મટે છે.
- હળદરમાં હાજર એન્ટિ-બેક્ટેરિયલ અને એન્ટિ-વાયરલ ગુણ રોગપ્રતિકારક શક્તિ વધારવાનું કામ કરે છે. આ પાણી પીવાથી રોગો સામે લડવાની શક્તિ મળે છે. શરદી-ખાંસી જેવી સમસ્યા દૂર થાય છે.
- હળદરનું પાણી પીવાથી હૃદયની બીમારીઓનું જોખમ ઓછું થાય છે. હળદરનું પાણી પીવાથી કોલેસ્ટ્રોલ ઓછું થાય છે. આ પાણીથી લોહી પાતળું રહે છે, જેના કારણે લોહી જામવાનું જોખમ રહેતું નથી અને હૃદય સ્વસ્થ રહે છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.