Healthy foods : શાકભાજીને રાંધીને ખાવા કરતાં તેનો જ્યુસ કેટલાય ઘણો ફાયદાકારક છે

શરીરને સ્વસ્થ રાખવા માટે લીલા શાકભાજી ખૂબ જ ફાયદાકારક હોય છે પરંતુ મોટાભાગના લોકો આ વાતને લઇને મુંઝવણમાં રહે છે કે વધારે પોષક તત્ત્વો માટે તેને કેવી રીતે ખાવા જોઇએ. કેટલાક લોકો શાકભાજીને સલાડ સ્વરૂપે ખાય છે તો કેટલાક લોકો શાકભાજીના જ્યુસને વધારે ફાયદાકારક માને છે. જાણો, શાકભાજીઓના કેવા પ્રકારના સેવનથી શરીરને વધારે ન્યૂટ્રિશન મળે છે.

શાકભાજી ફાઇબરનો ઉત્તમ સ્ત્રોત હોય છે. આ ઉપરાંત તેમાં વધુ પ્રમાણમાં દ્રાવ્ય વિટામિન મળી આવે છે. શાકભાજી બનાવતી વખતે તેના પોષક તત્ત્વોનું ઑક્સીડેશન થાય છે જેના કારણે તેમાનાં વિટામિન ઓછા થઇ જાય છે.

શાકભાજીનો સલાડ બનાવવા માટે તેને સ્ટોર કરવી, કાપવી અને ત્યાર પછી તેને ખાવી આ પ્રક્રિયામાં પણ શાકભાજીઓના પોષક તત્ત્વ ઘટી જાય છે. શાકભાજીઓને વધુ તાપમાને રાંધવાથી તેના ન્યૂટ્રિશન પણ ઘણા ઓછા થઇ જાય છે. ત્યારે શાકભાજીને ચાવીને ખાવાથી વિટામિન અને મિનરલ્સ શરીરમાં ખૂબ જ ધીમી ગતિથી પહોંચે છે.

શાકભાજીનો જ્યુસ :- હેલ્થ એક્સપર્ટ્સનું કહેવું છે કે કાચાં શાકભાજીઓનો જ્યુસ બનાવીને પીવાથી તેનું ફાઇબર અને વિટામિન શરીરને સંપૂર્ણપણે અને તરત જ મળી જાય છે. શાકભાજીનો જ્યુસ પીવાથી તેના મિનરલ્સ શરીરમાં આવે છે અને જેના કારણે પાચનતંત્ર સારી રીતે કામ કરવા લાગે છે.

શાકભાજીઓનો જ્યુસ પીવાથી તેના પોષક તત્ત્વ પેટની અંદર એસિડિક વાતાવરણમાં પણ જળવાઇ રહે છે, જ્યારે સલાડ અથવા શાકભાજીની જેમ તેનું સેવન કરીએ તો શરીરને ઓછા પ્રમાણમાં પોષકતત્ત્વ મળે છે. ખાવાની સરખમાણીમાં પીવાથી પાચનશક્તિ પર પણ ઓછું દબાણ પડે છે.

શાકભાજીઓનો જ્યુસ શરીરની અંદર ઝડપથી પહોંચી જાય છે અને તેનું એન્ટીઑક્સીડેન્ટ તરત જ કામ કરવાનું શરૂ કરી દે છે. જ્યુસ પીવાનો એક ફાયદો એ પણ છે કે તમે પોતાનો ડાયેટ પણ વધારી શકો છો જેની અસર તમારા વજન પર પડશે નહીં.

એક કપ પાલકને શાકભાજી તરીકે ખાઇ શકાય છે પરંતુ જ્યુસ બનાવવા માટે તેનું બેગણું પ્રમાણ જોઇએ. આ ઉપરાંત તમે તેમાં ટામેટાં, ગાજર, દૂધી અથવા અન્ય કોઇ પણ લીલી શાકભાજી નાંખીને જ્યુસ બનાવી શકો છો. જ્યારે શાકભાજીને રાંધીને ખાવામાં તમે આ પ્રકારનો પ્રયોગ કરી શકશો નહીં.

શાકભાજીઓને સલાડની જેમ ખાવામાં અથવા રાંધવામાં ઘણો સમય લાગે છે જ્યારે જ્યુસ તરત અને ખૂબ જ સરળતાથી બની જાય છે. તેનો અર્થ એ નથી કે તમે શાકભાજીઓને કોઇ પણ પ્રકારે ખાવાનું છોડી દો પરંતુ પ્રયાસ કરો કે દરરોજ કાચા શાકભાજીઓનો એક ગ્લાસ જ્યુસ પીઓ. આ તમારી ઈમ્યૂનિટી, સ્કિન અને વાળ માટે ફાયદાકારક છે.

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.