Heart Attack: હાર્ટ એટેકથી બચાવશે ઘરના રસોડામાં રહેલી આ 3 આયુર્વેદિક ઔષધી, જાણો કયા સમયે અને કેવી રીતે ખાવી

Ayurvedic Herb For Heart: જો કોઈ વ્યક્તિ હેલ્ધી લાઈફસ્ટાઈલ મેન્ટેન કરે અને સાથે જ આ ત્રણ ખાદ્ય પદાર્થને ઔષધી તરીકે પોતાની દિનચર્યામાં સામેલ કરે તો તેનું હાર્ટ હંમેશા હેલ્ધી રહે છે અને હાર્ટ એટેકનું જોખમ ઘટી જાય છે. તો ચાલો તમને જણાવીએ આ ત્રણ વસ્તુ કઈ છે અને તેનું સેવન કઈ રીતે કરવું જોઈએ.

Ayurvedic Herb For Heart: આજના સમયમાં નાની ઉંમરમાં પણ હાર્ટ એટેકનું જોખમ વધી ગયું છે. ઘણા લોકો નાની વયમાં હાર્ટ એટેકના કારણે જીવ ગુમાવે છે. એક સમય હતો જ્યારે હાર્ટ એટેક મોટી ઉંમરના લોકોને જ આવતો હતો પરંતુ હવે તો નાની ઉંમરના લોકો પણ હાર્ટ એટેકથી જીવ ગુમાવવા લાગ્યા છે.. જેનું સૌથી મોટું કારણ છે અનહેલ્ધી લાઈફ સ્ટાઈલ અને ખાવા પીવાની ખોટી આદતો. આ સ્થિતિમાં જરૂરી થઈ જાય છે કે હાર્ટ એટેકના જોખમથી બચવા માટે જરૂરી ઉપાયો સમયસર શરૂ કરી દેવામાં આવે.

હાર્ટને હેલ્ધી રાખવા માટે અને હાર્ટ સંબંધિત બીમારીઓથી બચવા માટે કેટલાક નેચરલ અને આયુર્વેદિક ઉપાય કરી શકાય છે. આજે તમને આવી જ એક આયુર્વેદિક જડીબુટ્ટી વિશે જણાવીએ જે હાર્ટને હેલ્ધી રાખે છે અને હાર્ટ એટેકનું જોખમ ઘટાડે છે.

જો કોઈ વ્યક્તિ હેલ્ધી લાઈફસ્ટાઈલ મેન્ટેન કરે અને સાથે જ આ ત્રણ ખાદ્ય પદાર્થને ઔષધી તરીકે પોતાની દિનચર્યામાં સામેલ કરે તો તેનું હાર્ટ હંમેશા હેલ્ધી રહે છે અને હાર્ટ એટેકનું જોખમ ઘટી જાય છે. તો ચાલો તમને જણાવીએ આ ત્રણ વસ્તુ કઈ છે અને તેનું સેવન કઈ રીતે કરવું જોઈએ.

લસણ

લસણ હાર્ટ માટે ટોનિક જેવું કામ કરે છે. તેનાથી બ્લડ સર્ક્યુલેશન સુધરે છે. સાથે જ તે નસોમાં જામેલા કોલેસ્ટ્રોલને પણ દૂર કરે છે. તેમાં રહેલા પોષક તત્વો હાર્ટને હેલ્ધી બનાવે છે. હૃદયનું સ્વાસ્થ્ય સારું રાખવું હોય તો એક કળી લસણની સવારે ખાલી પેટ અથવા તો જમ્યા પહેલા ખાઈ લેવી.

દાડમ

આયુર્વેદ અનુસાર હાર્ટને હેલ્થી રાખતા સૌથી સારા ફળમાંથી એક દાડમ છે. તેને ખાવાથી બેડ કોલેસ્ટ્રોલ ઘટી જાય છે સાથે જ ગુડ કોલેસ્ટ્રોલનું સ્તર વધે છે. જેના કારણે હાર્ટ સંબંધિત બીમારીઓ દૂર થાય છે. સવારે નાસ્તામાં 1 વાટકી દાડમ અઠવાડિયામાં બે થી ત્રણ વખત ખાઈ શકાય છે.

અર્જુનની છાલ

અર્જુનની છાલને આયુર્વેદમાં સૌથી સારું ટોનિક માનવામાં આવે છે. તેનાથી પિત્ત દોષ, કફ દોષ પણ સંતુલિત થાય છે. તે રક્તમાં જામેલા ટોક્સિનને બહાર કાઢવામાં મદદ કરે છે અને ત્વચા પણ સ્વસ્થ રહે છે. તે બ્લડ પ્રેશર અને બ્લડ સુગર લેવલને પણ મેન્ટેન કરે છે.

અર્જુનની છાલનું સેવન કરવું હોય તો 100ml પાણી અને 100 ml દૂધમાં 5 ગ્રામ અર્જુનની છાલનો પાઉડર ઉમેરી બરાબર ઉકાળો. જ્યારે તે 100ml જેટલું બચે તો તેને ગાળીને પીવું. આ પીણું સવારે, સાંજે કે જમ્યાના એક કલાક પહેલા પી શકાય છે.

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.