સાર સંભાળ: આ પાંચ બાબતોનું ધ્યાન રાખી તમારા હ્રદય ને કાયમ રાખો ‘સ્વસ્થ’

ખોટી ખાણીપીણી, ખરાબ જીવનશૈલી, કામનુ વધતુ ટેન્શન અને ધુમ્રપાન તેમજ આલ્કોહોલનું સેવન હ્રદયરોગના મુખ્ય કારણો છે. હ્રદય રોગની શરુઆત હાઇ બ્લડપ્રેશર અને હાઇપરટેન્શનથી થાય છે જે ભવિષ્યમાં હાર્ટ એટેક ઉપરાંત કિડની અને આંખ સાથે જોડાયેલી પરેશાનીઓનું કારણ બને છે.

હાઇ બીપીથી બ્રેઇન સ્ટ્રોકનો ખતરો 50 ટકા સુધી વધી જાય છે. કેમકે લાંબા સમય સુધી વધતા દબાણના કારણે ધમનીઓ સંકોચાઇ જાય છે. તેનાથી હ્રદયને બ્લડ પંપ કરવામાં પરેશાની થાય છે. ખાણીપીણી અને જીવનશૈલીમાં બદલાવ કરીને તમે પણ હાર્ટને હેલ્ધી રાખી શકો છો.

છ મિનિટમાં પાંચસો મીટર પગપાળા ચાલો. આ દરમિયાન શ્વાસ ફુલવા કે અન્ય કોઇ સમસ્યા ન થાય તો હાર્ટને સ્વસ્થ
માનવામાં આવે છે.

– હાઇ ફાઇબરવાળી વસ્તુઓ જેમકે સોયાબીન, દલિયા, છાલવાળી મગની દાળ, અંકુરિત અનાજ, ફળ શાકભાજી અને
લસણ તેમજ આદુ નિયમિત લો.

– રાત્રે છથી આઠ કલાકની ઉંઘ જરુર લો. તેનાથી ઓછી ઉંઘ લેનારને હાર્ટ સ્ટ્રોકનો ખતરો રહે છે. સારી ઉંધથી કાર્યક્ષમતા
પણ યોગ્ય રહે છે.

– મોટાભાગના આહારમાં સ્વાદ વધુ અને પોષણ ઓછુ હોય છે. તેથી સ્વાદના ચક્કરમાં તેની પર ધ્યાન આપવાનું ન ચુકતા. આહારમાં અળસી, ધનિયા, ડુંગળી, આંબળા, સફરજન, સંતરા, અખરોટ, નારિયેળ તેલ, બદામ, પિસ્તા, અંકુરિત દાળ અને ડાર્ક ચોકોલેટ સામેલ કરો.

આહારમાં ગ્રેવીવાળા ફુડ ન લો. તેમાં ક્રીમ, ઘી, બટર અને શુગર વધુ હોય છે. આવા ભોજનની અસર હાર્ટ અને ધમનીઓ
પર થાય છે.

– વધુ પડતા તણાવમાં ન રહો. કારણ વગરની ચિંતાઓ ન કરો, ચિંતા ચિતા સમાન એટલે જ કહેવાય છે. તેનાથી નસોમાં સંકોચનથી આર્ટરીઝ બ્લોક થાય છે અને હ્રદય રોગનો ખતરો વધે છે.

– કોઇ પણ કામમાં ઉતાવળ ન કરો. કામ જલ્દી ન થાય તો ગુસ્સો આવે છે. તેનાથી રક્તપ્રવાહ વધે છે અને હ્રદયની શિરાઓ ફાટવાનો ખતરો રહે છે.

– ખાણીપીણીમાં જંકફુડ, સોફ્ટ ડ્રિંક્સ, માખણ, તળેલુ કે બહારનુ જમવાનુ અવોઇડ કરો.

– રોજ 30 મિનિટ કાર્ડિયો એક્સર્સાઇઝ કરો. તેમાં જોગિંગ, સાઇકલિંગ, સ્વીમિંગ, બ્રિસ્ક વોક સામેલ કરો. 15થી 30 મિનિટ સુધી યોગ અને પ્રાણાયમ કરો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.