રાજ્યમાં ઉનાળો તેનો અસલી મિજાજ બતાવી રહ્યો હોય તેમ તાપમાન સતત વધી રહ્યું છે. છેલ્લા બે દિવસથી છેલ્લા બે દિવસથી હીટવેવની અસરને કારણે રાજ્યભરમાં કાળઝાળ ગરમી પડી રહી છે. ત્યારે હવામાન વિભાગ દ્વારા અમદાવાદમાં આગામી બે દિવસ ગરમીને લઈને રેડ એલર્ટ આપવામાં આવ્યું છે.અને એટલે કે પારો 45 ડિગ્રી સુધી પહોંચી શકે છે.
રાજ્યના હવામાન વિભાગની આગાહી અનુસાર અમદાવાદમાં 30 એપ્રિલ અને 1 મેના રોજ પારો 45 ડિગ્રીએ પહોંચશે. ત્યારબાદ ક્રમશ ઘટાડા સાથે પારો 42 ડિગ્રીએ પહોંચે તેવી શક્યતા છે. આ દરમિયાન લઘુત્તમ તાપમાન 26થી 27 ડિગ્રી વચ્ચે રહેશે તેમ જણાવ્યું છે. હવામાન વિભાગના સૂત્રોના જણાવ્યા પ્રમાણે આગામી બે દિવસ દરમિયાન અમદાવાદ શહેર માટે રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. જ્યારે ગાંધીનગરમાં 2 દિવસ યલ્લો એલર્ટની આગાહી છે.અને જ્યારે ગાંધીનગર, ખેડા તેમજ સૌરાષ્ટ્રમાં રાજકોટ, અમરેલી, સુરેન્દ્રનગર, જામનગરમાં જિલ્લા માટે હીટવેવ એલર્ટ આપવામાં આવ્યું છે.
નોંધનીય છે કે, ગુરુવારે રાજ્યના મોટાભાગના શહેરોનું તાપમાન 43 ડિગ્રી આસપાસ રહ્યું હતું અને અમદાવાદમાં તો જાણે અગનવર્ષા થઈ રહી હોય તેમ લાગતું હતું. જેને કારણે કાળઝાળ ગરમીથી બચવા લોકોએ ઘરમાં જ પૂરાઈને રહેવાનું પસંદ કર્યું હતું.અને બીજી તરફ ગરમીને કારણે છેલ્લા બે દિવસથી હીટ સ્ટ્રોક, લૂ લાગવાના અને ડિહાઈડ્રેશન સહિતની બીમારીઓના કિસ્સામાં નોંધપાત્ર વધારો થઈ રહ્યો છે.જેથી તંત્રએ ખાસ કરીને બાળકો, વૃદ્ધો અને અન્ય કોઈ બીમારીથી પીડિત હોય તેવા લોકોએ બહાર નીકળવાનું ટાળવાની અને શરીરમાં પાણીની માત્રા જળવાય રહે તે માટે પૂરતું પ્રવાહી લેવાની સલાહ આપી છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.