અરવલ્લી જિલ્લામાં છેલ્લા ત્રણ દિવસથી વાહનોમાં આગની ઘટનાઓ ઘટી રહી છે ત્યારે વધુ એકવાર મોડાસા-શામળાજી સ્ટેટ હાઈવે પર મોડી રાત્રે ટ્રકમાં ભિષણ આગ લાગવાની ઘટના ઘટી હતી. શામળાજી હાઈવે પર મોડાસા તાલુકાના ફૂટા નજીક ટ્રકમાં આગ લાગવાની ઘટના ઘટી હતી, ઘટનાની જાણ થતાં મોડાસા નગર પાલિકાની ફાયર વિભાગની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી અને આગ પર કાબૂ મેળવ્યો હતો.
મોડાસા તાલુકાના ટિંટોઇના ફૂટ નજીક બુધવારના મોડી રાત્રે 11 કલાકના અરસામાં આગ લાગવાની ઘટના ઘટી હતી. ઘટનાને પગલે સ્થાનિક લોકોએ મોડાસા નગર પાલિકા ફાયર વિભાગને કોલ કર્યો હતો. કોલ મળતા ફાયર વિભાગની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી હતા અને પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મળવ્યો હતો, જોકે ટ્રકના આગળનો ભાગ બળીને ખાક થઇ ગયો હચો. આગ કયા કારણોસર લાગી તે અંગે ચોક્કસ કારણ જાણી શકાયું નથી.
આ પહેલા મોડાસા નગરના મેઘરજ રોડ પર કારના એન્જિનમાં આગ લાગી હતી, જેની લઇને અફરા-તફરી મચી જવા પામી હતી તો એક દિવસ પહેલા મોડાસાના કેશરપુરા ચોકડી પર વાનમાં આગ લાગતા મોડાસા નગર પાલિકાની ફાયર વિભાગની ટીમે કાબૂ મેળવ્યો હતો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.