‘ચણિયાચોળી-કેડિયા-કુર્તામાં મારવા પડશે ધુબાકા, નહીં છોડે વરસાદ, આ તારીખો લખી લેજો! અંબાલાલે કહ્યું…

આજે રાજ્યમાં વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. શિયર ઝોનના કારણે રાજ્યમાં ત્રણ દિવસ વરસાદની આગાહી કરાઈ છે. અમદાવાદમાં આજે યેલો અલર્ટ સાથે ભારે વરસાદની આગાહી આપવમાં આવી છે. તો સૌરાષ્ટ્રના સુરેન્દ્રનગર, રાજકોટ, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, બોટાદ અને દીવમાં થંડરસ્ટોર્મ એક્ટિવિટીની સંભાવના છે.

હવામાન વિભાગ દ્વારા 26-27 અને 28 સપ્ટેમ્બરે અમદાવાદમાં ભારે વરસાદ સાથે યેલો અલર્ટ આપવામાં આવ્યું છે. આ સાથે જ હવામાન વિભાગે બોટાદ, ગીર સોમનાથ, આણંદ, વડોદરા, છોટાઉદેપુર, ભરૂચ અને, નર્મદામાં યેલો અલર્ટ સાથે ભારે વરસાદની આગાહી પણ કરી છે.

ગુજરાતમાં લાંબા સમયથી મેઘરાજા આરામ પર હતા. જોકે, ગુરુવારે બપોર બાદ અચાનક જ મોટા ભાગના શહેરોમાં વાતાવરણમાં પલટો આવ્યો અને ધોધમાર વરસાદ ખાબક્યો હતો. અમદાવાદ, સુરત, છોટાઉદેપુર સહિતના શહેરોમાં વરસાદે સટાસટી બોલાવી દીધી હતી રાજ્યના અનેક શહેરોમાં પાણી ભરાવાની તસવીરો પણ સામે આવી છે.

ગુજરાતમાં અત્યંત બફારા વચ્ચે હવામાન વિભાગે રાહતના સમાચાર આપ્યા છે તો બીજી તરફ રાજ્યના કેટલાક જિલ્લાઓમાં ફરી એક વરસાદી રાઉન્ડની શરૂઆત થઈ હતી. સુરત, અમદાવાદ સહિત રાજ્યના અન્ય શહેરોમાં વરસાદ પડવાની શરૂઆત થઈ હતી. જેના કારણે વાતાવરણમાં પણ ઠંડક પ્રસરી ગઈ હતી.

હવે વરસાદનો અંતિમ રાઉન્ડ ગુજરાતને ધમરોળશે. ગુજરાતમાં ફરી એક વખત વરસાદી સિસ્ટમ સક્રિય થતાં દક્ષિણ ગુજરાતના જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. અમરેલી, ભાવનગર, તાપી, નવસારી, વલસાડ, ડાંગ, દમણ અને દાદરા નગર હવેલીમાં ઓરેન્જ અલર્ટ સાથે ભારેથી અતિભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા આપવામાં આવી છે.

વાત કરીએ અમદાવાદની તો અમદાવાદના નરોડા, કોતરપુર, એરપોર્ટ, સરદારનગર, જમાલપુર, લાલદરવાજા, આસ્ટોડિયા અને સીટીએમ સહિતના વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસ્યો..જ્યારે પશ્ચિમ વિસ્તારમાં એસજી હાઈવે, શિવરંજની સહિતના વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસ્યો. ખેડાના નડિયાદ અને છોટાઉદેપુરના વાતાવરણમાં પણ અચાનક પલટો આવ્યો અને મેઘરાજાનું આગમન થયું હતું.

ઉલ્લેખનીય છે કે બંગાળની ખાડીમાં જે સાઇક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થયું હતું એ ધીમું પડી ગયું છે, પરંતુ હાલમાં ગુજરાત રાજ્ય પર 16 ડીગ્રી ઉત્તરમાં સિયર ઝોન સક્રિય થયું છે, જેને કારણે આગામી 5 દિવસ વરસાદી માહોલ રહેશે. ગુજરાત રાજ્યમાં અત્યારસુધીમાં સામાન્ય કરતાં 42 ટકા વધુ વરસાદ નોંધાયો છ.

જ્યારે હજુ પણ આ ગ્રાઉન્ડમાં વરસાદની ટકાવારી વધી શકે છે. સુરત, અમદાવાદ સિવાય રાજ્યના અન્ય શહેરોમાં પણ બુધવારે વરસાદે સટાસટી બોલાવી હતી. જેમાં છોટાઉદેપુર, મહીસાગર, ખેડા, નવસારી, સહિતના શહેરોમાં વરસાદ પડ્યો હતો. વરસાદ પડવાના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.