ગુજરાતના આ વિસ્તારમાં ભારે વરસાદની આગાહી થઈ, દક્ષિણ ગુજરાતમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી થઈ શકે છે..

ગુજરાતના હવામાન વિભાગના મત મુજબ દક્ષિણ ગુજરાતમાં હજુ ભારે વરસાદની આગાહી છે. છત્તીસગઢમાં બનેલી લો પ્રેશર સિસ્ટમ ૨૧ ઓગસ્ટ સુધી રાજસ્થાન તરફ જઈ શકે છે. હજુ ત્રણથી ચાર દિવસ દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં વરસાદી વાતાવરણ યથાવત્ રહે છે ખાસ કરીને ૨૧ ઓગસ્ટ વલસાડ, તાપી,સુરત, નવસારીમાં ભારે વરસાદની આગાહી હવામાન વિભાગે વ્યક્ત કરી છે.તો આ તરફ સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લાઓમાં મધ્યમ વરસાદની આગાહી પણ કરવામાં આવી છે.

ધરમપુર અને વાપી તાલુકામાં પણ ચાર ચાર ઇંચ, ઉમરગામ – કપરાડામાં અઢી ઈંચ વરસાદ વરસ્યો છે. ચોર્યાસીમાં પોણા ઇંચ વરસાદ અને માંડવીમાં દોઢ ઇંચ વરસાદ ખાબક્યો છે.

https://www.facebook.com/AsmitaNews/videos/604808350931027

લાંબા વિરામ બાદ અમરેલી જિલ્લામાં મેઘ મહેર થતા ખેડૂતોને રાહત મળી છે. ત્યારે ત્યાંની કેટલીક નદીઓમાં નવા નીર આવ્યા છે. નાવલી નદીમાં ભારે વરસાદને કારણે પાણીની ભારે આવક થાય છે. નદીના પાણી આસપાસના બજારોમાં ફરી વળ્યા હતા.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.