ગિરનારની લીલી પરિક્રમાનો ત્રણ દિવસથી પ્રારંભ થયો છે પરિક્રમા ને લઈ લાખો ભાવિકોએ પરિક્રમા કરવા માટે ઉમટીયા છે ત્યારે પરિક્રમા પૂર્ણ કરેલ પરિક્રમાથીઓ ભવનાથ થી જુનાગઢ શહેર તરફ પહોંચવા તળેટી ખાતે એસ.ટી.ની બસ તથા વાહનોમાં ઘસારો જોવા મળી રહ્યો છે આજે ભવનાથ આવવા કરતા ત્યાંથી પરત જનાર લોકોની સંખ્યા વધુ જોવા મળી રહી છે
News Detail
ગરવા ગિરનારની લીલી પરિક્રમા ને લઈ લાખો ભાવિકોએ પરિક્રમા કરવા ઉમટીયા છે ત્યારે પરિક્રમા પૂર્ણ કરેલ પરિક્રમાથીઓ નો ભવનાથથી જુનાગઢ શહેર તરફ પહોંચવા તળેટી ખાતે એસટી ની મીની બસ તથા વાહનોમાં ઘસારો જોવા મળી રહ્યો છે ત્રણ દિવસથી લીલી પરિક્રમા શરૂ થઈ ગઈ છે અને હવે લાખો યાત્રિકો પરિક્રમા પૂર્ણ કરી પરત તળેટી પહોંચ્યા હતા. આજે સવારથી પરિક્રમામાં જનારા લોકો કરતા પરત આવવામાં ટ્રાફિક જોવા મળ્યો હતો એસટી દ્વારા ભવનાથ જવા 66 મીની અને અન્ય સ્થળની 178 બસ શરૂ કરી છે ત્યારે પરિક્રમા ને લઇ મુકાયેલી વધારાની બસ દ્વારા એસટી ડિવિઝનને ત્રણ દિવસમાં 2748 ટ્રીપ થી 1.10 લાખથી વધુ મુસાફરોનું પરિવહન કરી 48.18 લાખથી આવક મેળવી છે જોકે આજે ભવનાથ સુધી જવા ભાવિકોની સંખ્યામાં ઘટાડો થયો છે તો ભવનાથ થી જુનાગઢ શહેર તરફ આવવા એસટીની મીની બસમાં મુસાફરોનો પ્રવાહ અવિરત હોય ત્યારે હજુ પણ ભવનાથ ઉપરાંત વધારાના રૂટ પર ભાવિકોના ઘસારો રહેશે આજે ભવનાથ આવવા કરતા ત્યાંથી પરત જનારા લોકોની સંખ્યા વધુ જોવા મળી હતી
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.