હૈદ્રાબાદઃ મહિલા ડોક્ટર સાથે ગેંગરેપ કર્યા બાદ જીવતી સળગાવી

હૈદ્રાબાદમાં એક મહિલા ડોક્ટરને ગેંગરેપ કરીને જીવતી સળગાવી દેવાની ઘટનાએ સમગ્ર દેશમાં હાહાકાર મચાવ્યો છે.

હૈદ્રાબાદમાં આ ઘટના બાદ મહિલાઓની સલામતી સામે સવાલો સર્જાયા છે અને તેલઁગાણા સરકાર સવાલોના ઘેરામાં આવી ચુકી છે. મળતી વિગતો પ્રમાણે મહિલા ડોક્ટર રાતે ઘરે ફરી રહી હતી ત્યારે હૈદ્રાબાદ બેંગ્લોર હાઈવે પર તેની સ્કૂટી પંચર થઈ ગઈ હતી. એ પછી મહિલા ડોકટરનો મૃતદેહ સવારે એક ફ્લાયઓવર નીચેથી બળેલી હાલતમાં મળ્યો હતો. પોલીસને શંકા છે કે, તેની સાથે ગેંગરેપ કરાયો છે. એ પછી તેને સળગાવી દઈને તેની લાશને નરાધમોએ ફેંકી દીધી છે.

દરમિયાન હૈદ્રાબાદમાં આ ઘટના સામે દેખાવો શરૂ થઈ ગયા છે. સોશ્યલ મીડિયા પર પણ મહિલાને ન્યાય મળે તે માટે મેસેજનો મારો શરૂ થઈ ગયો છે. મહિલા ડોક્ટરની સ્કૂટી અન્ય વિસ્તારમાંથી મળી આવી હતી. તેની નંબર પ્લેટ જોકે ગાયબ હતી. ડોક્ટરનો મોબાઈલ અને પર્સ પણ ગાયબ છે.

પરિવારજનોએ કહ્યુ હતુ કે, સ્કિન પ્રોબ્લેમ અંગે એક ડોક્ટરને મળવા માટે મહિલા સાંજે એક પ્રાઈવેટ હોસ્પિટલ જવા માટે નિકળી હતી. એ પછી તેની સ્કૂટી પંચર થઈ જતા તેણે સ્કૂટીને ટોલ પ્લાઝા પાસે મુકી દીધી હતી. ડોક્ટરને બતાવીને તે પાછી ટોલ પ્લાઝા પાસે સ્કૂટી લેવા પાછી ફરી ત્યારે રાત પડી ચુકી હતી. આ દરમિયાન બે લોકોએ તેની સ્કૂટીને પંચર કરી આપવા માટે કહ્યુ હતુ. તેમણે સ્કૂટીને પંચર માટેની દુકાન સુધી લઈ જવા માટે ઓફર કરી હતી.

ટેલિગ્રામ પર મેળવો દરેક મહત્વના સમાચાર, ચેનલ સબસ્ક્રાઈબ કરવા કરો ક્લિક

થોડે દુર ગયા બાદ મહિલાને તેમણે ઉઠાવીને સૂમસાન જગ્યાએ તેના પર રેપ કર્યો હતો. દરમિયાન પીડિતાની બહેને કહ્યુ હતુ કે, મારી બહેને મને રાતે 9:22 વાગ્યે ફોન કર્યો હતો. તે વખતે તેની સાથે બીજા લોકો હતા અને તેણે કહ્યુ હતુ કે, મને બહુ ડર લાગી રહ્યો છે.  છે. મેં તેને ટોલ પ્લાઝા પાસે પહોંચી જવાની સલાહ આપી હતી. જોકે એ પછી થોડી મિનિટો બાદ મેં તેને ફરી કોલ કર્યો ત્યારે તેનો ફોન બંધ આવતો હતો.

પરિવારનો સભ્યોને અઘટિત થયાની શંકા ગઈ હતી. તેઓ ટોલ પ્લાઝા પાસે પહોંચ્યા હતા પણ પીડિતા ત્યાં નહોતી. એ પછી તેમણે પોલીસને ફરિયાદ કરી હતી.

જોકે હવે ડોક્ટરનો મૃતદેહ મળી આવ્યા બાદ હાહાકાર મચી ગયો છે. મહિલા આયોગની એક ટીમ હૈદ્રાબાદ મોકલવામાં આવી.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.