હેલિકોપ્ટર ક્રેશ દુર્ઘટનામા સાક્ષીઓના ફોનની તપાસ શરૂ, ક્રેશનો વીડિયો બનાવ્યો હતો

તમિલનાડુના કુન્નૂર પાસે CDS બિપિન રાવતના હેલિકોપ્ટર ક્રેશનો વીડિયો બનાવનાર વ્યક્તિનો મોબાઈલ ફોન ફોરેન્સિક તપાસ માટે મોકલવામાં આવ્યો છે અને આ દુર્ઘટનામાં CDS જનરલ બિપિન રાવત અને અન્ય 12 લોકોના નિધન થયા હતા.

લગ્ન સમારોહમાં ફોટોગ્રાફી અને વીડિયો શૂટિંગ કરનાર કોઈમ્બતુરના રહેવાસી એ 8 ડિસેમ્બરના રોજ પર્વતિય નીલગિરી જિલ્લાના કટ્ટેરી વિસ્તારમાં તેના મિત્ર નઝાર અને તેના પરિવારના સભ્યોની તસવીરો લેવા ગયો હતો. ઉત્સુકતાવશ તેણે અકસ્માતની થોડી મિનિટો પહેલા તેના મોબાઇલ ફોન પર હેલિકોપ્ટરનો વીડિયો રેકોર્ડ કર્યો હતો.

ધુમ્મસમાં ગાયબ થયેલા હેલિકોપ્ટરનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. જિલ્લા પોલીસે આ કેસમાં તપાસના ભાગરૂપે એનો મોબાઈલ ફોન કોઈમ્બતુરની ફોરેન્સિક લેબમાં મોકલી આપ્યો છે.

પોલીસના જણાવ્યા અનુસાર, ફોટોગ્રાફર અને કેટલાક અન્ય લોકો ગાઢ જંગલમાં શા માટે ગયા હતા તે જાણવા માટે પણ તપાસ કરવામાં આવી રહી છે, જે જંગલી પ્રાણીઓની અવરજવરને કારણે પ્રતિબંધિત વિસ્તાર છે. આ દરમિયાન, પોલીસ વિભાગે ચેન્નાઈ હવામાન વિભાગ પાસેથી અકસ્માતના દિવસના તાપમાન અને હવામાન સંબંધિત માહિતી માંગી છે. પોલીસ દ્વારા અકસ્માત અંગેની કડીઓ મેળવવા માટે પ્રત્યક્ષદર્શીઓની પણ પૂછપરછ કરવામાં આવી રહી છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.