ગુજરાત સરકારે પાલિકા- પંચાયતોની ચૂંટણીઓને ધ્યાને રાખી ‘શહેરોમાં હેલમેટ મરજીયાત’ શબ્દ વાપરીને માર્ગ સલામતીના કાયદામાંથી છુટછાટ આપી હતી. જો કે, મોટર વ્હિકલ એક્ટમાં રાષ્ટ્રપતિની સહી વગર કોઈ ફેરફાર શક્ય નથી. આ સંદર્ભે ભારત સરકારના રોડ ટ્રાન્સપોર્ટ અને હાઈવે મિનિસ્ટ્રીએ સોમવારે રાજ્યોને એડવાઈઝરી મોકલી છે. સ્થિતિ સ્પષ્ટ થતા હેલમેટ મુક્તિ તો દુર રહી પણ દંડમાં ઘટડાની સત્તા પણ ગુજરાત સરકાર પાસે નથી, આ સંજોગોમાં ગુજરાત સરકાર હવે નવી કઈ છટકબારી શોધે તે જોવુ રહ્યું
ટ્રાન્સપોર્ટ અને હાઈવે મિનિસ્ટ્રીએ આપેલી માહિતી મુજબ સંસદે મોટર વ્હિકલ એક્ટ- ૨૦૧૯ને મંજૂર કર્યો છે. તેના ઉપર રાષ્ટ્રપતિની મહોર વાગી ચૂકી છે આથી હવે તેમાં ફેરફાર માટે કોઈપણ રાજ્ય પાસે અધિકાર નથી. આ સ્પષ્ટતા સાથે કાયદાના ચૂસ્ત અમલ માટે રાજ્યોને સોંપાયેલી એડવટાઝરીથી ગુજરાતમાં હેલમેટ મુક્તિનો નિર્ણય ભાજપ સરકાર માટે એક રીતે ઊંબાડિયું સાબિત થયો છે.
ભારત સરકારે ગતવર્ષે ૧લી સપ્ટેમ્બરે નવા રૂલ્સ અમલમાં મુક્યા બાદ ટ્રાફિક ભંગના દંડમાં ગુજરાત સરકારે ૧૦ સપ્ટેમ્બરે માંડવાળ ફીના દરો જાહેર કર્યા હતા. ત્યાપછી હેલમેટના અમલ મુદ્દે વારંવાર યુ-ટર્ન લીધા બાદ ૪થી ડિસેમ્બરે સરકારે ગુજરાતના શહેરોમાં નાગરીકોને હેલમેટ પહેરવામાંથી મુક્તિ આપી હતી.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.