હાલ તમે જાણતા હશો કે ડોનાલ્ડ ટ્રમ્પ અમદાવાદના મોટેરા સ્ટેડિયમમાં આવી રહ્યા છે. આ એક મુલાકાત માટે સરકારે કરોડો રૂપિયા પાણીની જેમ વહાવી દીધા છે. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્ર્મ્પ 24 મી ફેબ્રુઆરીના રોજ અમદાવાદમાં 3 કલાકની મુલાકાતે આવી રહ્યા છે. ગુજરાત રાજ્ય સરકાર તરફથી અમેરિકાના રાષ્ટ્રપતિનું સ્વાગત કરવા માટે વિશેષથી વિશેષ તૈયારીઓ કરવામાં આવી રહી છે. એક અંદાજ મુજબ ગુજરાત રાજ્ય સરકારે આ હાઈ-પ્રોફાઈલ વિઝિટ માટે 100 કરોડ રૂપિયાનો ખર્ચ કરી દીધો છે.
રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના અમદાવાદની મુલાકાત માટે પ્લાનિંગ તથા તૈયારીમાં લાગેલા ટોચના સૂત્રોએ જણાવ્યું કે, મુખ્યમંત્રી રૂપાણીએ આદેશ આપ્યા છે કે ડોનાલ્ડ ટ્રમ્પનું સ્વાગત કરવા માટે બજેટનો કોઈ અવરોધ ન આવવો જોઈએ. તેમની માટે જેટલા ખર્ચ થયા તેમાં કોઈ વાંધો ન આવો જોઈએ. આવું લાગી રહ્યું છે.
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનએ સ્થાનિક જગ્યા અને રસ્તાના સૌંદર્યકરણ માટે 6 કરોડ રૂપિયાનું બજેટ આપ્યું છે. જ્યારે AUDA રસ્તા માટે 20 કરોડ રૂપિયાનો ખર્ચ કરશે. અધિકારીએ કહ્યું કે, ટ્રમ્પની મુલાકાત માટે ખર્ચાયેલી ટોટલ રકમનો સાચો આંકડો બાદમાં જાણી શકશે, પરંતુ હાલમાં અંદાજ મુજબ 100 કરોડ ખર્ચાશે. જેમાંથી કેટલોક ખર્ચ કેન્દ્ર સરકાર વહન કરશે જ્યારે મોટાભાગનો ખર્ચ રાજ્ય સરકાર ઉઠાવી રહી છે.
સોસિયલ મીડિયામાં લોકોમાં ચર્ચા થઇ રહી છે કે ડોનાલ્ડ ટ્રમ્પને ભારત બોલાવીને આપણને શું ફાયદો થવાનો. લોકો વાતો કરી રહ્યા છે કે ડોનાલ્ડ ટ્રમ્પની પાછળ જે કરોડો રૂપિયા બગાડી રહ્યા છે તો આ રૂપિયા કોઈ વિકાસના માર્ગે ઉપયોગ કરે તો શું વાંધો છે? આવી વાતો વચ્ચે લોકોમાં આવી વાત થઇ હતી કે ડોનાલ્ડ ટ્રમ્પ પાછળ જે કરોડોનો ખર્ચ કર્યો હતો તે જાહેર જનતા પાસે જ વસુલશે. હવે એક વ્યક્તિનું એવું કહેવું છે કે :હેલ્મેટ, પિયુસિ, આરસી બુક વગેરે ગાડીના તમામ પેપરો તૈયાર રાખજો ટ્રમ્પ પાછળ જે ખર્ચો થયો છે તે તમામ ગુજરાતની જનતા પાસેથી વસૂલ કરવામાં આવશે” આવી લોકો વાતો કરી રહ્યા છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.