ઘણા લોકો કોઈ વાતને લઈ અથવા તો આખા દિવસના થાકના કારણે ચિડિયા સ્વભાવના અને તણાવ અનુભવે છે. ત્યારે આવા સમયે એક મુદ્રા એવી છે જે તમારા મનને શાંત અને હળવાશ અનુભવ કરાવી શકે છે.
આજકાલની મોડર્ન અને ભાગદોડ ભરેલી લાઈફસ્ટાઈલમાં લોકો જોડે ઘણા પ્રકારની ઘટનાઓ બનતી રહે છે. હવે કેટલાક લોકો આ સમસ્યાનો સામનો કરે છે અને તેનો હલ પણ સરળતાથી શોધી લે છે. કેટલાક લોકો તે વસ્તુ વિશે વારંવાર અથવા તો નાનામાં નાની પરિસ્થિતિ વિશે સતત વિચારતા રહે છે. ટેન્શન લેતા રહે છે. તમે ઘણી વખત કોઈનું વર્તન જોઈને જરૂર કહ્યું હશે કે આ વ્યક્તિ ખુબ જ સ્ટ્રેટસમાં લાગી રહ્યા છે. હવે આપણે બોડીને ફીટ રાખવા માટે ઘણા પ્રકારની કસરત કરીએ છીએ પણ આપણી મેન્ટલ હેલ્થ તરફ વધારે ધ્યાન આપતા નથી, જેના કારણે આજકાલ એન્જાઈટી અને ડિપ્રેશન જેવી ઘણી સમસ્યાઓ વધી રહે છે.
ઘણા લોકો કોઈ વાતને લઈ અથવા તો આખા દિવસના થાકના કારણે ચિડિયા સ્વભાવના અને તણાવ અનુભવે છે. ત્યારે આવા સમયે એક મુદ્રા એવી છે જે તમારા મનને શાંત અને હળવાશ અનુભવ કરાવી શકે છે. જ્યારે અમે યોગ એક્સપર્ટ સુગંધા ગોયલ સાથે વાત કરી તો તેમને જણાવ્યું કે સ્ટ્રેસ અને ચિડિયાપણને ઓછુ કરવામાં જ્ઞાન મુદ્રા તમારી મદદ કરી શકે છે. જાણો તેના વિશે
જ્ઞાન મુદ્રા
આ એક હાથનો ઈશારો હોય છે, જેનો ઉપયોગ ધ્યાન અને પ્રાણાયામમાં ધ્યાનને કેન્દ્રીત કરવા માટે કરવામાં આવે છે અને માનવામાં આવે છે કે મગજને શાંત કરવા અન્ય ઘણા પ્રકારના શારીરીક લાભ માટે આ ફાયદાકારણ સાબિત થાય છે.
આ મુદ્રાને કરવાની યોગ્ય રીત એ છે કે કોઈ ધ્યાનાત્મક આસનમાં બેસી જાવ. કમર અને ગરદનને સીધી રાખી લો. હાથના કાંડાને ઘુંટણ પર રાખી લો. હવે બંને હાથોની તર્જની આંગળીઓને અંગૂઠાને અડાડી દો. અન્ય આંગળીઓને સીધી એક સાથે રાખો. હવે આરામદાયક સ્થિતિમાં આંખો બંધ કરીને ધ્યાનની અવસ્થામાં બેસી રહો.
- આ મુદ્રા મગજની નસોને સ્ટ્રેન્થ આપીને મેમરી પાવર, ધૈર્ય, કોન્સ્ટ્રેશન પાવર અને મેન્ટલ સ્ટ્રેન્થને વધારે છે. બુદ્ધિનો વિકાસ કરે છે. માથાનો દુખાવો અને ઉંઘ ન આવવાની સમસ્યામાં પણ તે ફાયદાકારક માનવામાં આવે છે.
- તેનાથી મનને શાંત કરવા, ગુસ્સો, ચિડિયાપણું અને સ્ટ્રેસને ઓછો કરવામાં તમને મદદ મળી શકે છે. આ ધ્યાન અને પ્રાણાયમના સમયે કરવામાં આવતી મુદ્રા છે.
- જ્ઞાન મુદ્રાથી મગજને આરામ મળે છે અને તણાવ ઓછો થાય છે. એટલે તે માથાનો દુખાવો અને માઈગ્રેનને ઓછુ કરવામાં મદદ કરી શકે છે.
- જો તમે દરરોજ 5થી 10 મિનિટ આ મુદ્રાનો ઉપયોગ કરીને ધ્યાન કરશો તો તેનાથી તમને સ્ટ્રેસથી છુટકારો મળી શકે છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.