- ઝારખંડમાં જેએમએમ, કૉંગ્રેસ અને આરજેડીનાં ગઠબંધનને બહુમતી મળ્યા બાદ શપથગ્રહણ સમારોહમાં અનેક રાજ્યોનાં મુખ્યમંત્રીઓને નિમંત્રણ આપવામાં આવ્યું. આ દરમિયાન વિપક્ષનાં નેતાઓનો જમાવડો થવાની આશા છે. તો મહારાષ્ટ્રનાં મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે પણ આ લિસ્ટમાં સામેલ છે, પરંતુ રાંચીમાં થનારા હેમંત સોરેનનાં શપથગ્રહણ સમારંભમાં ઉદ્ધવ પણ સામેલ નહીં થઈ શકે.
- હેમંત સોરેને ઉદ્ધવ ઠાકરેને શપથગ્રહણ સમારંભમાં બોલાવ્યા, પરંતુ ઠાકરેએ ના જવાનો નિર્ણય સંભળાવ્યો. માનવામાં આવી રહ્યું છે કે ઝારખંડમાં શપથગ્રહણ સમારંભનાં બહાને વિરોધ પક્ષ એકતા પ્રદર્શન કરશે, પરંતુ હવે ઉદ્ધવ ઠાકરેએ આનાથી અંતર રાખ્યું છે. એટલું જ નહીં, એનસીપી અધ્યક્ષ શરદ પવાર પણ આ શપથગ્રહણ સમારંભમાં સામેલ નહીં થાય. શરદ પવારનો આજે પનવેલમાં પૂર્વ નિર્ધારિત કાર્યક્રમ છે જેમાં તે સામેલ થશે.
- રિપોર્ટ પ્રમાણે દિલ્હીનાં સીએમ અરવિંદ કેજરીવાલ પણ શપથગ્રહણ સમારંભમાં સામેલ નહીં થાય. આમ આદમી પાર્ટીનાં સાંસદ સંજય સિંહ રાંચીમાં થઈ રહેલા કાર્યક્રમમાં સામેલ થઈ શકે છે. ઉલ્લેખનીય છે કે હેમંત સોરેન આજે ઝારખંડનાં સીએમ પદનાં શપથ લઇ રહ્યા છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.