FDAએ ઈમરજન્સીમાં આ મશીનના ઉપયોગની છૂટ આપી
અમેરિકાની પીટ્સબર્ગ યુનિવર્સિટીના વૈજ્ઞાનિકોએ એક એવું ડિવાઈસ તૈયાર કર્યું છે જેની મદદથી દર્દીઓના લોહીમાં રહેલા કાર્બન ડાયોક્સાઈડને સરળતાથી કાઢી શકાય છે. આ ડિવાઈસ દર્દીઓ માટે ફેફસા જેવું કામ કરશે જે રીતે ડાયાલિસીસનું મશીન કિડનીનું કામ કરે છે.
યુનિવર્સિટીની સ્વોનસન સ્કુલ ઓફ એન્જિનિયરીંગના બાયો એન્જિનિયર પ્રો. વિલિયમ ફેડરસ્પીલે જણાવ્યું કે, હેમોલંગ મશીન વડે લોહીમાં રહેલા કાર્બન ડાયોક્સાઈડને સરળતાથી કાઢી શકાય છે. વેન્ટિલેટરના કારણે ફેફસાને ખૂબ વધારે નુકસાન થઈ રહ્યું છે પરંતુ આ મશીનના કારણે દર્દીને બેભાન નહીં કરવા પડે.
FDAએ મશીનને મંજૂરી આપી
એફડીએએ ઈમરજન્સીમાં આ મશીનનો ઉપયોગ કરવા મંજૂરી આપી દીધી છે. નિષ્ણાંતોના મતે તેના વડે કોરોનાના ગંભીર દર્દીઓને બચાવી શકાય છે.
ડિવાઈસ COPD દર્દીઓ માટે બનાવાયેલું
આ મશીન સીઓપીડી અને શ્વાસના ગંભીર રોગીઓ માટે બનાવવામાં આવ્યું હતું. યુરોપમાં 2013માં આ મશીનને મંજૂરી આપી દેવાઈ હતી જ્યારે અમેરિકામાં હજુ તેની ક્લિનિકલ ટ્રાયલ ચાલી રહી છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.