હિરો ઇલેક્ટ્રિકે ભારતમાં લેટેસ્ટ Eddy ઇલેક્ટ્રિક સ્કૂટરની કિંમતનો ખુલાસો કર્યો છે, જે લો સ્પીડ EV કેટેગરીમાં આવે છે. લૂકસમાં આકર્ષક આ ઇલેક્ટ્રિક સ્કૂટરને આગામી ત્રણ મહિનામાં લોન્ચ કરવામાં આવશે. જો કે, હાલમાં કઈ તારીખે સ્કૂટર લોન્ચ કરવામાં આવશે તેની સ્પષ્ટ નથી થઇ. હિરો ઇલેક્ટ્રિકના પોર્ટફોલિયોમાં અનેક ઇલેક્ટ્રિક સ્કૂટર ઉપલબ્ધ છે, જે મહત્તમ ઈ-સ્કૂટર લો-સ્પીડ કેટેગરીની છે અને સારી વાત એ છે કે, નવા Eddy Electric Scooter ચલાવવા માટે રાઈડરને ડ્રાઈવિંગ લાયસન્સની જરૂર રહેશે નહીં.
Hero Electric Eddyએ મંગળવારે પોતાના લેટેસ્ટ ઇલેક્ટ્રિક સ્કૂટર Eddy પરનો પડદો ઉઠાવ્યો છે અને માહિતી પણ આપી છે કે, આ ઇલેક્ટ્રિક સ્કૂટરને ટૂંક સમયમાં જ લોન્ચ કરવામાં આવશે. કંપનીએ આ સ્કૂટરની કિંમતનો પણ ખુલાસો કર્યો છે. Mintના રિપોર્ટ અનુસાર, ભારતમાં Eddy ઈ-સ્કૂટરને 72,000 રૂપિયાની કિંમત સાથે એક્સ-શોરૂમમાં વેચવામાં આવશે. હિરો ઇલેક્ટ્રિક સ્કૂટર યલ્લો અને બ્લુ કલરના વિકલ્પમાં લોન્ચ કરશે. હાલમાં તેના સ્પેસિફિકેશન્સ વિશે માહિતી આપવામાં આવી નથી.અને તેના અન્ય ફિચર્સની માહિતી કંપની સ્કૂટર લોન્ચ કરવાના સમયે આપશે.
કંપનીએ આની રેન્જ અને ટોપ સ્પીડ વિશે વધુ માહિતી આપી નથી, પણ જો કંપનીના પોર્ટફોલિયોમાં ઉપસ્થિત બીજા લો-સ્પીડ ઇલેક્ટ્રિક સ્કૂટરને જોઈએ, તો જેને ચલાવવા માટે રજીસ્ટ્રેશનની જરૂર નથી અને તેવા સ્કૂટરની ટોપ સ્પીડ 25Km/h અને રેન્જ 50-60 km હોવાની આશા રાખી શકાય.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.