દેશની સૌથી મોટી ટુ-વ્હીલર કંપની Hero MotoCorpની મોટરસાઈકલ અને સ્કૂટર 5 એપ્રિલથી 2000 રૂપિયા મોંઘા થઈ જશે.અને કંપનીએ મંગળવારે આ જાણકારી આપી છે. કંપનીએ એક નિવેદનમાં જણાવ્યું કે કોમોડિટીના ભાવમાં સતત વધારાની અસરને આંશિક રીતે સરભર કરવા માટે વાહનોની કિંમતોમાં વધારો કરવો જરૂરી છે.અને કંપની તેની સમગ્ર પ્રોડક્ટ રેન્જની શોરૂમ કિંમતો ઉપરની તરફ સુધારશે. કિંમતોમાં ફેરફાર 2000 રૂપિયા સુધી રહેશે
કંપનીના વાહનોની કિંમત મોડલ અને માર્કેટના હિસાબે વધારવામાં આવશે. નોંધનીય છે કે ટોયોટા કિર્લોસ્કર મોટર, ઓડી, બીએમડબ્લ્યુ તેમજ મર્સિડીઝ બેન્ઝ સહિતની વિવિધ કંપનીઓએ ઉત્પાદન ખર્ચમાં વધારાને કારણે આગામી મહિનાથી તેમના ઉત્પાદનોની કિંમતો વધારવાની જાહેરાત કરી દીધી છે.
કાર કંપનીઓએ તેમના વાહનોના ભાવમાં વધારો કરવાની જાહેરાત કર્યા પછી મોટર સાયકલ અને સ્કૂટરની કિંમતમાં વધારો કરવાની જાહેરાત કરનારી આ હીરો મોટોકોર્પ પ્રથમ કંપની છે. અને આ સિવાય ઓલાએ હોળી પછી તેના S1 Pro સ્કૂટરની કિંમત વધારવાની જાહેરાત કરી હતી
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.