હીરો નું આ ખાસ ઇલેકટ્રીક બાઈક હવે 15 મિનિટમાં ફૂલ ચાર્જ થઈ જશે જાણો ખાસ સ્પેશિફિકેશન

મિનિટોમાં ચાર્જ થશે EV બાઈક : હીરો ઈલેક્ટ્રોનિકનો દાવો- હવે ઇ-વ્હીકલ 15 મિનિટમાં ફૂલ ચાર્જ થઈ જશે, 10 વર્ષથી વધુની બેટરી લાઈફ પણ મળશે

ઈન્સ્ટા ચાર્જિંગ બેટરી પેક ફાસ્ટ ચાર્જિંગ, બેટરી જલ્દીથી ઉતરી નહીં જાય અને સાથે જ તેમાં 10 વર્ષથી વધુની લાઈફ મળે છે

હીરો ઈલેક્ટ્રિક વ્હીકલ્સ (EVs) 15 મિનિટમાં ચાર્જ કરવાવાળી ટેક્નોલોજી પર કામ કરી રહી છે. તેના માટે હીરોએ બેંગલુરુ સ્થિત લૉગ 9 કંપનીની સાથે પાર્ટનરશિપ કરી છે. હીરો લૉગ 9નું ઈન્સ્ટા ચાર્જિંગ રેપિડએક્સ (RapidX)બેટરી પેકનો ઉપયોગ કરશે. કંપનીનો દાવો છે કે લૉગ 9ની બેટરીની મદદથી હીરો ઈલેક્ટ્રિક સ્કૂટરોને 15 મિનિટમાં જ ફૂલ ચાર્જ કરી દેશે.

લૉગ 9 બેટરી 10 વર્ષ કરતા પણ વધુ ચાલશે

લૉગ 9 ઈન્સ્ટા ચાર્જિંગ બેટરી પેક ફાસ્ટ ચાર્જિંગ, બેટરી જલ્દીથી ઉતરી નહીં જાય અને સાથે જ તેમાં 10 વર્ષથી વધુની લાઈફ મળે છે. રેપિડએક્સ બેટરીઓનો ઉપયોગ-30°થી 60°C સુધીના તાપમાનમાં કરી શકાય છે. તે બેટરી સેફ્ટી ફીચર્સથી પણ સજ્જ છે જે સુનિશ્ચિત કરે છે કે તે આગ ન પકડે અને તાપમાનમાં સુરક્ષિત રહે.

હીરો ઈલેક્ટ્રિકના પોર્ટફોલિયોમાં તમામ ઈલેક્ટ્રિક ટૂ-વ્હીલર્સ સરળતાથી દૂર કરી શકાય તેવી બેટરી ઓફર કરે છે, જેનાથી ગ્રાહકોને ઓફિસ અથવા એપાર્ટમેન્ટમાં પોતાની પોર્ટેબલ બેટરી ચાર્જ કરવાની સુવિધા મળે છે. હીરો ઈલેક્ટ્રિકના CEO સોહિંદર ગિલે જણાવ્યું કે, હવે અમે લૉગ 9 બેટરીવાળી બાઈક રજૂ કરીશું, જેને ઝડપથી ચાર્જ કરી શકાશે. ડ્રાઈવર જેટલા સમયમાં એક કપ ચા પીશે ત્યાં સુધી બેટરી સંપૂર્ણ ચાર્જ થઈ જશે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.