હર્ષલ પટેલની બહેનનું નિધન થયું, અધવચ્ચે IPL છોડી,થોડા દિવસ પછી ફરી જોડાશે ટીમ સાથે..

ઇન્ડિયન પ્રીમિયર લીગ 2022 સીઝનમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર અને તેના એક ખેલાડી માટે માઠા સમાચાર સામે આવ્યા છે. અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરના ફાસ્ટ બોલર હર્ષલ પટેલની બહેનનું નિધન થઈ ગયું છે. આ વાતની જાણકારી મળ્યા બાદ હર્ષલ પટેલ બાયો બબલ બહાર જતો રહ્યો છે. એક ન્યૂઝ એજન્સીના રિપોર્ટ મુજબ હર્ષલ પટેલે વચ્ચે જ ટીમનો સાથ છોડી દીધો છે અને તે ઘરે પાછો ફરી ગયો છે.તેમજ આ સાથ થોડા દિવસ માટે છૂટ્યો છે. તે ફરીથી ટીમ જોઇન કરશે.

રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે પોતાની ગત મેચ મુંબઈ ઈન્ડિયન્સ વિરુદ્ધ શનિવારે રમી હતી. તેમાં બેંગ્લોરની ટીમે 7 વિકેટે જીત હાંસલ કરી હતી. આ મેચ બાદ હર્ષલ પટેલને જાણકારી મળી કે તેની બહેનનું નિધન થઈ ગયું છે. અને ત્યારબાદ તે સીધો ઘરે આવતો રહ્યો. મુંબઈ વિરુદ્ધ 4 ઓવરમાં 23 રન આપીને 2 મહત્ત્વની વિકેટ હાંસલ કરી હતી. રિપોર્ટ મુજબ હર્ષલ પટેલની બહેનનું મોત થઈ ગયું છે આ કારણે તે બાયો બાબલ બહાર જતો રહ્યો છે. તે આગામી મેચ રમવા માટે ટીમ સાથે ફરી જોડાશે.

રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની આગામી મેચ ચેન્નાઈ સુપર કિંગ્સ વિરુદ્ધ 12 એપ્રિલના રોજ રમાશે. હર્ષલ પટેલ હંમેશાં જ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરનો સ્ટાર બોલર રહ્યો છે. હાલની સીઝનમાં તેણે 4 મેચ રમી છે જેમાં 6 વિકેટ હાંસલ કરી છે. જ્યારે ગત સીઝનમાં હર્ષલ પટેલે 15 મેચમાં સૌથી વધુ 32 વિકેટ લીધી હતી અને પર્પલ કેપ પોતાના નામે કરવામાં સફળ રહ્યો હતો. તો રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે આ સીઝનમાં અત્યાર સુધી 4માથી 3 મેચ જીતી છે.

મેચની વાત કરીએ તો રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે ટોસ જીતીને પહેલા ફિલ્ડિંગ કરવાનો નિર્ણય લીધો હતો.અને પ્રથમ બેટિંગ કરતા મુંબઈ ઈન્ડિયન્સે સૂર્યકુમાર યાદવ નોટઆઉટ 68, ઇશાન કિશન 26 અને રોહિત શર્મા 26 રન મદદથી સીમિત 20 ઓવરમાં 6 વિકેટના નુકસાન પર 151 રન બનાવ્યા હતા.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.