હેવાનિયતની હદ વટાવતું કૃત્ય,દાદરાનગર હવેલીના નરોલીમાં 4 વર્ષની બાળકીની હત્યા

નરોલી વિસ્તારમાં 4 વર્ષની બાળકીનો મૃતદેહ હત્યા કરાયેલી હાલતમાં કોથળામાંથી મળી આવતા સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે. નરોલી વિસ્તારના એક એપાર્ટમેન્ટમાં રહેતા એક પરિવારની ચાર વર્ષની બાળકી બપોરના સુમારે અચાનક ગુમ થઇ ગઇ હતી.

થોડા સમય સુધી બાળકી ઘરે પરત નહીં ફરતા પરિવારજનોને આસપાસના વિસ્તારમાં શોધખોળ હાથ ધરી હતી

પોલીસને શંકા જતા આસપાસના 40 ફ્લેટમાં યુદ્ધના ધોરણે ચકાસણી શરૂ કરી હતી. અંતે એક બિલ્ડીંગના ટોયલેટના પાઇપલાઇન પાસે શંકાસ્પદ થેલો દેખાતા તેની ઉતરીને અંદર તપાસ કરતા ગુમ બાળકીના લાશના ટુકડા અંદરથી મળી આવ્યા હતા

ઘટનાની ગંભીરતા જોતા સ્થાનિક પોલીસના ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળે દોડી આવ્યા હતા. માત્ર ચાર વર્ષની માસૂમ બાળકીની હત્યા કરાયેલી હાલતમાં કોથળામાંથી મૃતદેહ મળી આવતા સમગ્ર વિસ્તારના લોકોમાં રોષ ભભૂકી ઉઠયો હતો

બાળકીની હત્યા અંગેના સમાચાર મળતા જ પરિવારજનો પર આભ તૂટી પડ્યું હતું અને પિતાએ ફિનાઇલ પી આપઘાતનો પ્રયાસ કરતા ચકચાર મચી જવા પામી છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.