અરે આ ચાવાળાએ 14 વર્ષમાં કરાવી 26 દેશોની યાત્રા , જાણો સફળતાની રસપ્રદ કહાની

અનેક દેશોની (COUNTRIES) યાત્રા કરનાર કોચીનાં (KOCHI) પ્રખ્યાત ચા વિક્રેતા (TEA SELLER) આર વિજયનનું (R.VIJAYAN) શુક્રવારે હ્રદય રોગનાં (HEART DISEASE) હૂમલાથી અવસાન થયું. તેઓ ૭૧ વર્ષનાં હતાં. કોચીનાં એક નાની ચાની દુકાન “ શ્રી બાલાજી કોફી હાઉસ ” (SHREE BALAJI COFFEE HOUSE) નાં માલિક વિજય અને તેમનાં પત્ની મોહના તેમની કમાણીથી દુનિયા ફરવા માટે પ્રખ્યાત થયા.

ટી સ્ટોલમાંથી રોજ ૩૦૦ રૂપિયા બચાવીને આ દંપતીએ ૨૦૦૭માં ઈઝરાયેલની યાત્રા કરી હતી. દેશની બહાર આ તેમનો પહેલો પ્રવાસ હતો. આ દંપતિએ છેલ્લાં ૧૪ વર્ષમાં ૨૬ દેશોની યાત્રા કરી છે. તે સફરનાં ધણાં સમય પહેલાં ટી સ્ટોલ પર પોસ્ટર સ્વરૂપે માહિતી લગાવી દેતાં હતાં.

જયારે તેની પત્ની તેની દુકાન પર ચા અને નાસ્તો બનાવવાનું કામ કરતી હતી. વિજયન પોતે પણ ચા બનાવવાનું કામ કરતાં હતાં. તેમણે સૌ પ્રથમ દેશનાં લગભગ તમામ ધાર્મિક અને પર્યટન સ્થળોની મુલાકાત લીધી હતી. તેઓ ૧૦૦ થી વધુ વખત ભગવાન બાલાજીનાં મંદિરે ગયાં હતાં. આ પછી તેમણે દેશની બહાર પ્રવાસ પણ શરુ કર્યો.

ચા

આ દંપતીની રશિયાની છેલ્લી યાત્રા ૨૧ ઓકટોબરે હતી અને તેઓ ૨૮ ઓકટોબરે પરત ફર્યા હતા. પ્રખ્યાત લેખક એનએસ માધવને ટ્વિટ કર્યું , વિશ્ચનાં ધણાં દેશોની યાત્રા કરી ચૂકેલાં એનોકુલમનાં ચા વેચનાર વિજયનનું નિધન થયું છે. તેઓ હમણાં જ રશિયાથી પાછા ફર્યા હતાં.

જેઓ ત્યાં પુતિનને મળવા માંગતાં હતાં. વિજયનનાં પરિવારમાં તેમની પત્ની , બે પુત્રીઓ શશિકલા , ઉષા અને ત્રણ દોહિત્ર – દોહિત્રી છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.