ગુજરાતમાં ચૂંટણીનું બ્યુગલ વાગી ગયું છે. પ્રથમ તબક્કાના મતદાનને હવે માત્ર 13 દિવસ બાકી છે. આ ચૂંટણીમાં તમામ પક્ષોએ પોતાની પૂરી તાકાત લગાવી દીધી છે. ત્યારે BJPએ આ ચૂંટણીમાં પોતાનો સંદેશ લોકો સુધી પહોંચાડવા માટે એક અનોખો પ્રયોગ કર્યો છે. આ વખતે ગુજરાત ચૂંટણીમાં ભાજપ રોબોટથી પ્રચારમાં ઉતરી છે.
ડોર ટુ ડોર પ્રચાર પણ કરશે
ભાજપે ચૂંટણી પ્રચારમાં એક એવો રોબોટ લોન્ચ કર્યો છે, જેમાં ભાજપ પાર્ટીના ગીતો પહેલાથી જ ઇન્સ્ટોલ કરેલા છે તેમજ આ રોબોટ લોકોને ભાજપના પેમ્પલેટ પણ વહેંચી રહ્યો છે. પાર્ટીનું કહેવું છે કે તેઓ આ રોબોટનો ઉપયોગ ડોર ટુ ડોર પ્રચાર પણ કરશે.
આ રીતે પ્રચારનું કરે છે કામ રોબોટ
આ રોબોટમાં સ્પીકર પણ લગાવવામાં આવેલ છે. આ રોબોટની મદદથી વિધાનસભા ચૂંટણીના પ્રચાર કામમાં ઘણી મદદ મળશે. રોબોટને પાર્ટીના પ્રી-રેકોર્ડેડ સ્લોગન સાથે પ્રોગ્રામ કરવામાં આવ્યો છે, જે સમયાંતરે વગાડવામાં આવે છે. આ અનોખી રીતે ભાજપના પ્રચાર પ્રસાર સૌનું ધ્યાન ખેંચી રહ્યો છે.
ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં આ આમ આદમી પાર્ટીની એન્ટ્રીથી ત્રિકોણીય જંગ બની ગયો છે. આ વખતે ભાજપે તેના 30 ટકા વર્તમાન ધારાસભ્યોની ટિકિટ પણ કાપી નાખી છે. ગુજરાતમાં આ વખતે 182 વિધાનસભા બેઠકો પર બે તબક્કામાં મતદાન થશે. 89 વિધાનસભા બેઠકો માટે પ્રથમ તબક્કાનું મતદાન 1 ડિસેમ્બરે યોજાશે. બીજા તબક્કાનું બાકીનું મતદાન 5 ડિસેમ્બરે યોજાશે. ત્યારે પ્રથમ તબક્કાના પ્રચાર પર ફોકસ કરવામાં આવી રહ્યું છે.
ભાજપનો પ્રચારનો અનોખો કિમીયો
આ ચૂંટણીના પરિણામો ત્રણ દિવસ પછી 8મી ડિસેમ્બરે જાહેર કરવામાં આવશે. ભાજપે આ વખતે પણ ભૂપેન્દ્ર પટેલને પોતાના મુખ્યમંત્રી પદના ઉમેદવાર બનાવ્યા છે. આમ આદમી પાર્ટી દ્વારા ઇસુદાન ગઢવીને મુખ્યમંત્રી પદના ઉમેદવાર બનાવવામાં આવ્યા છે. જ્યારે કોંગ્રેસમાં આ ચહેરો જાહેર જ નથી. ત્યારે ત્રણેય પાર્ટી કરતા ભાજપે આ વખતે અનોખી પ્રચારની થીયરી અપનાવી છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.