મહારાષ્ટ્રમાં શિવસેના-કોંગ્રેસ-એનસીપી વચ્ચે સરકાર રચવાને લઈને સહમતિ બની ચુકી છે. બેઠકમાંથી બહાર આવ્યા બાદ એનસીપી ચીફ શરદ પવારે કહ્યું છે કે શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરેના નામ પર સહમતિ બની છે. રાજ્યના આગામી મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે બની શકે છે.
શિવસેના-કોંગ્રેસ-એનસીપી એમ ત્રણેય પક્ષ વચ્ચે આજે યોજાયેલી મહત્વની બેઠક 3 કલાક જેટલી ચાલી હતી. બેઠકમાં ઉદ્ધવ ઠાકરેના નામ પર સહમતિ સધાઈ છે. સાથે જ બેઠકમાંથી એવી વાત પણ સામે આવી છે કે, એનસીપીના વરિષ્ઠ નેતા અજીત પવાર ઉપમુખ્ય મંત્રી બનવાને લઈને સહમત થયા નથી.
આ બેઠકમાં ત્રણેય પક્ષો વચ્ચે મંત્રાલયની ફાળવણીને લઈને વાતચીત ચાલી હતી. જોકે આ મામલે હજી સુધી કોઈ સત્તાવાર જાહેરાત થઈ નથી. પરંતુ સૂત્રોના જણાવ્યા પ્રમાણે શિવસેનાને મુખ્યમંત્રી પદ સહિત 16 મંત્રાલય મળી શકે છે જેમાં 11 કેબિનેટ અને 5 રાજ્યમંત્રીનો શામેસ થાય છે. જ્યારે એનસીપીના ભાગે ડેપ્યુટી સીએમ પદ આવી શકે છે. આ ઉપરાંત પણ 15 મંત્રાલય જેમાંથી 11 કેબિનેટ અને 4 રાજ્યમંત્રી પદ પણ આપવામાં આવી શકે છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.