એક અભ્યાસ મુજબ દાવો કરવામાં આવ્યો છે કે, ગુજરાતમાં કોરોનાથી થયેલાં મોતનાં આંકડા છુપાવવામાં આવ્યાં છે. એક શોધકતાઁએ ગુરૂવારે જાહેર કરેલાં અભ્યાસમાં,. ગુજરાતની ૧૬૨ નગરપાલિકામાંથી ૫૪નાં આંકડાં સમગ્ર ગુજરાતમાં સત્તાવાર આંકડાં કરતાં વધારે મૃત્યુ થયાં છે.
એપ્રિલ ૨૦૨૧માં ગુજરાતમાં ધાયાઁ કરતાં ૪૮૦% વધારે મોત થયાં છે. આ દરમિયાન એપ્રિલ મહિનાની શરૂઆતમાં રાજયનાં દૈનિક નવા કેસ ૨૪૦૦ થી ૬ ગણા વધીને મહિનાનાં અંતમાં લગભગ ૧૪,૦૦૦ થઈ ગયાં હતાં.
શોધકતાઁએ ડેટા નાગરિક મૃત્યુ રજિસ્ટરમાં આ આંકડા લીધા છે. તેમના જણાવ્યા અનુસાર માચઁ ૨૦૨૦ અને એપ્રિલ ૨૦૨૧ની વચ્ચે ૫૪ નગરપાલિકામાં લગભગ ૧૬,૦૦૦ વધારાનાં મોત થયાં છે.
બીજી લહેર દરમિયાન મોતમાં ખૂબ ઝડપથી વધારો થયો. માચઁ ૨૦૨૦ બાદ ૨૪ નગરપાલિકામાં કુલ ૪૪,૫૬૮ મોત નોંધાયા છે. જે જાન્યુઆરી ૨૦૧૯ અને ફેબ્રુઆરી ૨૦૨૦ની વચ્ચે બેસલાઈન કાઉંટની સરખામણીમાં લગભગ ૧૬,૦૦૦ વધારે મોત છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.